Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એકઝીટ પોલના પરિણામોને ધ્યાનમાં રાખી આવતીકાલે એનડીએની બેઠક

એકિઝટ પોલના અનુમાન બાદ એનડીએમાં ખુશીની લહેર

નવીદિલ્હી,તા.૨૦: લોકસભાની ચૂટણીના પરિણામ પહેલા એકિઝટ પોલમા ફરી ભાજપ અને એનડીએની સરકાર બનશે તેવા અનુમાન જાહેર થતા એનડીએમાં ખુશીની લહેર ફરી વળી છે. તેથી આવી સ્થિતીમા આવતીકાલે ૨૧મીએ એનડીએની બેઠક મળી રહી છે. ત્યારે ૨૩મીએ જે નેતાઓનો વિજય થશે તેમને દિલ્હી બોલાવવામા આવે તેવી સંભાવના છે.

લોકસભાની ચૂટણી પહેલા મોટાભાગના એકિઝય પોલમા આ વખતે પણ એનડીએની સરકાર રચાશે તેવા અનુમાન કરવામા આવ્યા છે જેમા આ વખતે એનડીએની ૩૦૦ થી વધુ સીટ આવશે તેવુ અનુમાન કરવામા આવ્યુ છે. આ અનુમાનમા એનડીએને ૩૩૯થી ૩૬૫ સીટ, યુપીએને ૭૭ થી ૧૦૮ અને સપા-બસપાને ૧૦થી ૧૬ સીટ તેમજ અન્ય પક્ષોને ૬૯થી ૯૫ સીટ મળશે તેવુ અનુમાન કરવામા આવ્યુ છે. તેથી એનડીએમા હાલ તો ખુશીની લહેર જોવા મળી રહી છે તેને ધ્યાનમા લઈને આવતીકાલે એનડીએની બેઠક બોલાવવામા આવી છે. જેમા એનડીએના સાથી પક્ષોને ૨૪ મેએ દિલ્હી આવી જવા જણાવવામા આવશે.

૨૦૧૪ બાદ ફરી એકવાર દેશમા એનડીએની સરકાર રચાશે તેવા એકિઝટ પોલમા અનુમાન જાહેર કરવામા આવતા ભાજપ અને તેના સાથી પક્ષોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પરિણામ બાદ આગળની રણનીતી ઘડવા માટે આવતીકાલે એનડીએની બેઠક મળી રહી છે તેમા દેશમા ફરી સરકાર રચવા મામલે ચર્ચા કરવામા આવશે. તેમજ આ બેઠક બાદ ૨૩મીએ પરિણામ જાહેર થાય તેમા જેઉમેદવારો વિજેતા થશે તે તમામને દિલ્હી બોલાવવામા આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ભાજપ તેમજ તેના સાથી પક્ષોએ સરકાર રચવા અંગેની કવાયત શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળે છે. ૨૦૧૪ બાદ ફરીએકવાર દેશમા એનડીએની સરકાર જ રચાશે તેવા એકિઝટ પોલના અનુમાનથી હાલ ભાજપ અને તેના સાથી પક્ષોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે જે એનડીએની બેઠક મળવાની છે તેમા ભાજપ અને તેના સાથી પક્ષોએ ૨૩મી બાદ કેવી વ્યૂહરચના હાથ ધરવી તે અંગે આ બેઠકમા ચર્ચા વિચારણા કરવામા આવશે.

(4:32 pm IST)