Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમેઠી અથવા રાયબરેલી એક બેઠક કોંગ્રેસના હાથમાંથી ખૂંચવાઇ જશે ?

અમેઠી, તા. ર૦ : રવિવારે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવેલા એકિઝટ પોલમાં NDAની સરકાર બનવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મોટાભાગના બધા જ એકિઝટ પોલ NDA ને 300 સુધી આસપાસ બેઠકો આવવાની આગાહી કરી રહ્યાં છે. ઉત્ત્।ર પ્રદેશમાં BJPને થોડું નુકસાન થાય તેવી ભીતી છે, પરંતુ એક મોટી સફળતા BJPને મળી શકે છે. કોંગ્રેસને ઉત્ત્।ર પ્રદેશમાં માત્ર 1 બેઠક મળે તેવી સંભાવના છે. હાલ કોંગ્રેસ પાસે બે બેઠકો અમેઠી અને રાયબરેલી છે. આ બંને બેઠકો પૈકી કોઇ એક બેઠક કોંગ્રેસ ગુમાવી રહી હોવાની વાત એકિઝટ પોલમાં સામે આવતાં જ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

જો એકિઝટ પોલના આંકડા પર વિશ્વાસ કરીએ તો UPમાં કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકશે. આ બેઠક સોનિયા ગાંધીની રાયબરેલી પણ હોઇ શકે અને રાહુલ ગાંધીની અમેઠી પણ હોઇ શકે છે. જાણકારોનું કહે છે કે થોડું પાછળ જઇએ તો સમજવામાં મુશ્કેલી નહીં થાય કે અમેઠી રાહુલ ગાંધી માટે મુશ્કેલ થતું જાય છે.

રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને અમેઠીમાં રાહુલ ગાંધીને પડકાર આપનારા સ્મૃતિ ઇરાનીનું માનવું છે કે રાહુલ ગાંધીને પહેલેથી જ ખબર હતી કે તેઓ અહીંથી ચૂંટણી હારી રહ્યાં છે અને તેથી જ વાયનાડની બેઠક પસંદ કરી હતી. જો કે અમેઠી અને રાયબરેલી બેઠક પર ગઠબંધન તરફથી કોઇ ઉમેદવાર ઉતારવામાં આવ્યો નથી, તે છતાં આ બે કોંગ્રેસના ગઢમાંથી એક ગઢ BJP એ આંચકી લેશે તેવી આગાહી એકિઝટ પોલ દ્વારા કરવામા આવી છે.

(4:14 pm IST)