Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એકઝીટ પોલના તારણોથી વિપક્ષી એકતાને ઝાટકો

વિપક્ષી રણનીતીને પણ જોરદાર ફટકો પડયો

નવી દિલ્હી, તા., ર૦:  એકઝીટ પોલના અનુમાનોએ વિપક્ષોની આશા પર પાણી ફેરવી દીધું છે. અંતીમ તબક્કાના મતદાન પહેલા જ વિપક્ષી દળો પરીણામો પછીના સંભવીત સમીકરણો અંગે સક્રિય થઇ ગયા હતા. પણ સાતમા તબક્કાના મતદાન પછી તરત આવેલા એકઝીટ પોલમાં સ્પષ્ટપણે એનડીએની સરકાર બનતી દેખાઇ રહી છે. આના લીધે વિપક્ષી રણનીતીને જોરદાર આંચકો લાગ્યો છે.

એકઝીટ પોલ જો કે એક અનુમાન છે  અને પરીણામો ર૩ મેએ આવશે. પણ અનુમાન એનડીએના પક્ષમાં છે.આનાથી ત્રણ વાતો સ્પષ્ટ થાય છે. એક હિંદી વિસ્તારોમાં ભાજપાને જેટલા નુકશાનની શંકાઓ જોવાતી હતી એ ખોટી નિકળી, ફકત ઉતરપ્રદેશ સિવાયના બાકી રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉતરાખંડ, હરીયાણા, હિમાચલ પ્રદેશમાં તેને બહુ નુકશાન નથી થઇ રહયું. થોડાક ઘટાડા સાથે ભાજપા પોતાનું પાછલું પ્રદર્શન ફરીથી દર્શાવી શકશે.

બીજુ આ અનુમાનોથી એ પણ સ્પષ્ટ છે કે પ્રજાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ પર ફરીથી વિશ્વાસ મુકયોછે. ત્રીજું વિપક્ષોએ મોદીને હટાવવા માટે એકતાની કોશીષ તો કરી પણ તેઓ પ્રજા સમક્ષ મોદીનો વિકલ્પ ન આપી શકયા. આ કારણે વિપક્ષો નીતી સફળ ન થઇ. એકઝીટ પોલના પરીણામો વિપક્ષો માટે નિરાશાજનક છે. કોંગ્રેસને ફકત પંજાબ અને કેરલમાં થોડી વધારે બેઠકો દેખાય છે. યુપીએનું એક ઘટક તમીલનાડુમાં દ્રમુક સારૂ પ્રદર્શન કરતુંજણાયછે. જયારે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેનું ગઠબંધન સફળ નથી થયું. જયારે વિપક્ષી એકતાનો ઝંડો લઇને આગળ થનાર ચંદ્રાબાબુ નાયડુ પોતાના રાજયમાં ખરાબ રીતે હારે તેવું દેખાઇ રહયું છે. તૃણમુલ કોંગ્રેસને બંગાળમાં ભાજપા જોરદાર ટક્કર આપતો દેખાય છે. જયારે દિલ્હીમાં આપનું ખાતુ પણ ન ખુલવાના અણસાર દેખાય છે.

(4:14 pm IST)