Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

આ એક જ અકિઝટ પોલ એનડીએને બહુમતી દેતો નથી

NEWS-X Neta એકિઝટ પોલમાં ત્રિશંકુ લોકસભા બનવાનું અનુમાન

નવી દિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણીને લઈને એકિઝટ પોલ કેન્દ્રમાં એનડીએની વાપસીનો દાવો કરી રહ્યા છે. એવામાં એક એવો એકિઝટ પોલ પણ છે જે એનડીએને બહુમત નહીં મળવાનો દાવો કરી રહ્યો છે. NEWS-X Neta એકમાત્ર એવો એકિઝટ પોલ છે, જે તમામ એકિઝટ પોલના અનુમાનને ફગાવી રહ્યો છે.

આ એકિઝટ પોલનું માનીએ તો કેન્દ્રમાં ત્રિશંકુ લોકસભા બનવાની છે. નેતા એપે પણ પોતાનો એકિઝટ પોલ આપ્યો, જે મુજબ એનડીએને ૨૪૨ સીટો મળવાનું અનુમાન છે, જેમાં બીજેપીને ૨૦૨ સીટ મળી શકે છે.

બીજી તરફ, આ એકિઝટ પોલ યૂપીએને ૧૬૪ સીટ આપી રહ્યું છે. જેમાં કોંગ્રેસને ૧૦૭ સીટ મળી શકે છે. જયારે યૂપીમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનને ૮૦માંથી ૪૩ સીટ મળવાનું અનુમાન છે. તેમાં સપાને ૨૦, બસપાને ૨૨ અને આરએલડીને ૧ સીટ મળી શકે છે. દેશમાં અન્ય પાર્ટીઓને ૮૮ સીટ મળવાનું અનુમાન છે. જેમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ૨૯ સીટ મળી શકે છે. લેફ્ટની વાત કરીએ તો સીપીઆઈ અને સીપીએમને ૪ સીટ મળવાનું અનુમાન છે.

(4:09 pm IST)