Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગઇકાલે એકઝીટ પોલે ૧ મીનીટમાંજ રોકાણકારોને લાખો કરોડો કમાવી આપ્યા

 આજે ૨૦ મે, ૨૦૧૯ સોમવારના રોજ દલાલ સ્ટ્રીટ પર માર્કેટ ખુલતાની પ્રથમ એક મીનિટમાં જ રોકાણકારોની ઝોળીમાં રૂ. ૩,૧૮,૦૦૦ કરોડનો વધારો થયો હતો. આ ફાયદાનું કારણ ગઇકાલે સાંજે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બહાર આવેલા એકિઝટ પોલ્સના અનુમાનમાં એનડીએની સરકાર ભારે બહુમતી સાથે બની રહી હોવાનું છે. આથી ભારતીય શેરબજારોમાં આગામી દિવસોમાં રોનક જોવા મળે તેવી શકયતાઓ માર્કેટ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.

આજે સવારે માત્ર ૬૦ સેકન્ડના ટ્રેન્ડિંગમાં, તમામ બીએસઇ કંપનીઓના માર્કેટ મૂલ્ય (માર્કેટ કેપિટલાઇઝેશન) જે શુક્રવારે રૂ. ૧,૪૬,૫૮,૭૧૦ કરોડની નજીક હતું તેમાં આજે રૂ. ૩.૧૮ લાખ કરોડ વધીને રૂ. ૧,૪૯,૭૬,૮૯૬ કરોડ પર પહોંચ્યું છે. આનાથી, સ્થાનિક શેરોનું માર્કેટ મૂલ્ય રૂ. ૫.૩૯ લાખ કરોડ વધ્યું છે.

ટાઈમ્સ નાઉ-વીએમઆરના અનુમાનમાં ભાજપ અને સાથી પક્ષો કુલ બેઠકો પર ૩૦૬ બેઠકો જીતી રહ્યા છે. જે બહુમતી પુરવાર કરવા માટે જરૂરી ૨૭૨ બેઠકોની સરખામણીએ ઘણી વધારે છે. જાસત્ત્।ાક-સીવીટરે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને ૨૮૭ બેઠકો જીતતા હોવાનો અંદાજ દર્શાવ્યો છે., જયારે ન્યૂઝ નેશન્સના મત મુજબ એનડીએને ૨૨૩-૨૯૦ બેઠકો મળી રહી હોવાનું અનુમાન છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીએમડી મોતીલાલ ઓસ્વાલએ જણાવ્યું હતું કે, 'એકિઝટના પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા છે. આવનારા થોડા દિવસોમાં બજારોમાં ૨-૩ ટકાનો વધારો થશે. હું આ સ્તરે ખુબ આશાવાદી છું. રોકાણકારોએ ઇકિવટી ફાળવણી વધારવી જોઈએ.'

આજે માર્કેટની ઘોડાદોડ તેજીની વાત કરીએ તો સવારે ૯.૨૦ વાગ્યે, બીએસઈ બેન્ચમાર્ક સેન્સેકસમાં ૯૬૨ પોઈન્ટ અથવા ૨.૫૩ ટકાનો વધારો નોંધાયો હતો અને સેન્સેકસ ૩૮,૮૯૨.૮૯ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ૫૦એ ૨૮૭ પોઇન્ટ એટલે કે ૨.૫૧ ટકા વધીને ૧૧,૬૪૮.૭૦ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે ભારત વીઆઇએકસ ૧૮ ટકા ઘટીને ૨૨.૯૨ થયો હતો.

'મોટાભાગના એકિઝટ પોલ્સે એનડીએને સારા માર્જિન સાથે લોકસભાની ચૂંટણી જીતી લેવાની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ બજારોમાં આંશિક રીતે ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું હતું. એચડીએફસી સિકયોરિટીઝના હેડ રિટેલ રિસર્ચના વડા દીપક જસાનીએ જણાવ્યું હતું કે, ભાજપ લોકસભામાં બહુમતી મેળવે તો તે વધુ ગમશે.

પ્રભુદાસ લિલધરનાં અજય બોડકે જણાવ્યું હતું કે બહુમતી મેળવવામાં ભાજપના કોઈ સંકેતથી ઇકિવટી બજારોમાં તીવ્ર વધારો થશે અને રૂપિયા મજબૂત થશે.

સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો બે સપ્તાહની ઊંચી સપાટી ૬૯.૩૯ની સપાટીએ પહોંચ્યો હતો.

(4:09 pm IST)
  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST

  • કચ્છના ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ : બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન આ ઘુષણખોરોને ઝડપી લીધા હતાઃ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ access_time 4:05 pm IST

  • કાલથી અમુલનું દૂધ લીટરે રૂ. બે મોંઘુ : અમદાવાદઃ આવતીકાલથી અમલમાં બને તે રીતે અમુલ દ્વારા તેની તમામ પ્રોડકટના દુધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો કરવા જાહેરાત થઇ છેઃ આવતીકાલથી ચાની ચુસ્કી અને દુધની બનાવટો મોંઘીદાટ થઇ જશે access_time 5:00 pm IST