Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

૫૦ લીટરથી વધુ તેલનો ઉપયોગ કરનાર હોટેલો માટે વિગતો આપવી ફરજીયાત

નવી દિલ્હી તા. ૨૦ : આવતાં મહિનાથી રોજના ૫૦ લીટરથી વધુ તેલનો ઉપયોગ કરનારા તમામ હોટેલ-રેસ્ટોરન્ટે એ વાતનો હિસાબ આપવો પડશે કે તેમને ત્યાં ઉપયોગમાં લેવાઈ ગયેલું કેટલું તેલ બચ્યું અને એ બચેલા તેલનું વેચાણ કોને કરવામાં આવ્યું છે. એફએસએસએઆઈએ ખાદ્ય સંરક્ષણ અને ધોરણ અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૧૬(૧૫) હેઠળ આ નિર્દેશો જારી કયિિ છે.

ઉપયોગ કરાયેલા તેલનો પુનૅં ઉપયોગ અને નાના દુકાનદારોને ઓછા ભાવે વેચવાની ફરિયાદો વધી ગયા બાદ એફએસએસએઆઈએ આ પગલું ઉઠાવ્યું છે. ઓથોરિટીના નિર્દેશમાં કહેવાયું છે કે એ સુનિશ્ચિત કરવા માટે કે ઉપયોગ કરાયેલું ખાદ્ય તેલ બીજી વખત ભોજનના બનાવવા માટે ઉપયોગમાં ન લેવાવું જોઈએ અને ૫૦ લીટરથી વધુ તેલનો ઉપયોગ કરનારી હોટેલ-રેસ્ટોરન્ટો ઉપયોગમાં લેવાયેલા તેલનું વેચાણ પણ માત્ર ફૂડ સેફટી કમિશનર દ્વારા માન્ય એજન્સીઓને જ વેચાણ કરે.

આ ઉપરાંત આ હોટેલ-રેસ્ટોરન્ટોએ રોજના આધાર પર તેલનો પ્રકાર, તળવા માટે ઉપયોગમાં લેવાયેલા તેલની માત્રા, દિવસના અંતમાં બચેલું તેલ, બચેલા તેલના નિકાલની રીત અને બચેલું તેલ ખરીદનારી એજન્સીની જાણકારી એફએસએસએઆઈ અથવા રાજયો દ્વારા નિયુકત ખાદ્ય સુરક્ષા વિભાગ તરફથી નિયુકત અધિકારીને આપવી પડશે.એફએસએસએઆઈ પહેલાં આ નિયમનોને એક માર્ચ ૨૦૧૯થી લાગુ કરવા માગતું હતું પરંતુ વેપારીઓ તરફથી સમયની માગણી કરવામાં આવતાં તેને ૧ જૂન સુધી ટાળવામાં આવ્યું હતું.

(4:08 pm IST)