Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

BSNLએ લોન્ચ કર્યો રૂ. ૯૯નો પોસ્ટપેડ પ્લાન

કંપની પાસે ૯૯ રૂપિયાથી માંડીને ૧૫૨૫ રૂપિયા સુધી એકથી ચડિયાતા એક પોસ્ટપેડ પ્લાન્સ

નવી દિલ્હી તા. ૨૦ : સરકારી ટેલિકોમ કંપની BSNLએ છેલ્લા કેટલાક મહિનામાં પોતાના પોસ્ટપેડ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા છે. રિલાયન્સ જિયોની એન્ટ્રીપછી એક તરફ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ વચ્ચે આકર્ષક પ્લાન લાવવાની કોમ્પિટિશન ચાલે છે ત્યારે ડેટા ટેરિફ વોરમાં BSNL પાછળ પડી ગયું છે. પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે BSNLએ ચાલુ પ્લાન્સમાં ફેરફાર કરવા સાથે નવા પ્લાન પણ લોન્ચ કરવાના શરૂ કર્યા છે. અત્યારે કંપની પાસે ૯૯ રૂપિયાથી માંડીને ૧૫૨૫ રૂપિયા સુધી એકથી ચડિયાતા એક પોસ્ટપેડ પ્લાન્સ છે. જાણો આ પ્લાન્સમાં તમને શું શું મળશે અને કયો પ્લાન તમારા માટે વેલ્યુ ફોર મની સાબિત થઈ શકે છે.

BSNLના આ પોસ્ટપેડ પ્લાનમાં યૂઝર્સને ૫૦૦ MB ફ્રી ડેટા સાથે ૫૦ રૂપિયાનું ફ્રી કોલિંગ આપવામાં આવશે. આ સાથે ૧ મહિનાના ૧૦૦ SMS આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે BSNLના બધા જ પોસ્ટપેડ પ્લાન માટે ગ્રાહકે લોકલ તથા STD કનેકશન માટે ૫૦૦ રૂપિયા સિકયોરિટી ડિપોઝિટ આપવી પડે છે. લોકલ, STD અને ISD કનેકશન માટે આ સિકયોરિટી ડિપોઝિટ ૨૦૦૦ રૂપિયા છે.

૧૪૯ રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં યુઝરને ૧૦૦ ફ્રી લોકલ, STD કોલ્સ સાથે ૧૦૦ ફ્રી SMS આપવામાં આવશે. ડેટાની વાત છે તો આ પ્લાન સબસ્ક્રાઈબ કરાવવા પર ૫૦૦ Mb ડેટા મળશે.

આમાં યુઝરને ૧૮૦ ફ્રી કોલ અને સાથે મહિને ૧૦૦ SMS ફ્રી મળશે. આ સાથે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે 3GB ડેટા મળશે.

૩૨૫ માસિક ભાડાવાળા પ્લાનમાં યુઝર્સને BSNL તરફથી ૨૭૦ ફ્રી કોલ અને ૧૦૦ SMS ઓફર કરવામાં આવી રહ્યા છે. આ સ્કીમમાં મહિને 7GB ઈન્ટરનેટ ડેટા મળશે.

બીજા પ્લાન્સની સરખામણીએ આ પ્લાન ખાસ્સો અલગ છે. તેમાં તમને ૧ મહિના માટે લોકલ અને STD માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે. પ્લાનમાં સબસ્ક્રાઈબરને ૧૦૦ ફ્રી SMS અને વેલિડીટી પીરિયડ માટે 30 GB ડેટા આપવામાં આવશે.

અનલિમિટેડ લોકલ અને STD કોલિંગ વાળા આ પ્લાનમાં તમને ૧૦૦ ફ્રી SMS અને ૪૦ GB ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે.

BSNLના આ પોસ્ટ પેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગ સાથે ૫૦GB ડેટા મળશે. આ સાથે ૧૦૦ SMS પણ આપવામાં આવશે.

કંપનીના આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સુવિધઆ મળશે. ડેટાની વાત કરીએ તો યુઝરને એક મહિના માટે ૬૦GB ડેટા મળશે.

આ પ્લાનના સબસ્ક્રાઈબર્સને કંપની એક મહિના માટે ૯૦ GB ડેટા ઓફર કરી રહી છે. સાથે જ ૧૦૦ ફ્રી SMS સાથે બધા જ નેટવર્ક માટે અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલ્સ આપવામાં આવી રહ્યા છે.

આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગ સાથે ૧૦૦ ફ્રી SMS આપવામાં આવશે. આ પ્લાનમાં ઓફર કરાતા ડેટા પર કોઈ કેપિંગ નથી. તમે એક મહિનામાં જેટલી મરજી એટલો ડેટા યુઝ કરી શકો છો.

(3:46 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST

  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST

  • કાલથી અમુલનું દૂધ લીટરે રૂ. બે મોંઘુ : અમદાવાદઃ આવતીકાલથી અમલમાં બને તે રીતે અમુલ દ્વારા તેની તમામ પ્રોડકટના દુધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો કરવા જાહેરાત થઇ છેઃ આવતીકાલથી ચાની ચુસ્કી અને દુધની બનાવટો મોંઘીદાટ થઇ જશે access_time 5:00 pm IST