Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો ભાજપનો દાવો : વિધાનસભા સત્ર બોલાવવા રાજ્યપાલને લખ્યો પત્ર

ભાજપ હોર્સ ટ્રેડીંગ નહીં કરે,પરંતુ કોંગ્રેસના જ ધારાસભ્ય હવે તેમની સરકારની સાથે નથી:વિપક્ષ નેતાનો દાવો

ભોપાલ :લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરીવાર ભાજપ સરકારની સંભાવના વ્યક્ત કરાઈ છે અને કોંગ્રેસ સાશિત મધ્યપ્રદેશમાં પણ ભાજપને નોંધપાત્ર સફળતા મળતી હોવાનું એક્ઝિટ પૉલ' ના અનુમાનો આવ્યા છે

  આ દરમિયાન મધ્યપ્રદેશની કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો છે મઘ્યપ્રદેશ વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખીને વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી  છે

 ગોપાલ ભાર્ગવે કહ્યું કે, જે પ્રકારથી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપને અનેકગણું જન સમર્થન મળી રહ્યું છે. અનેક કોંગ્રેસી ધારાસભય કમલનાથ સરકારથી પરેશાન થઈ ચૂક્યા છે અને ભાજપની સાથે આવવા માંગે છે. તેઓએ કહ્યું કે ભાજપ હોર્સ ટ્રેડીંગ નહીં કરે, પરંતુ કોંગ્રેસના જ ધારાસભ્ય હવે તેમની સરકારની સાથે નથી. વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સરકારને આ સત્રમાં પોતાનું બહુમત પુરવાર કરવું પડશે. કારણ કે જનતા તેમને હવે સમગ્રપણે નકારી રહી છે. આ સરકાર પોતાના જ ભારથી પડી જશે

(2:08 pm IST)
  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • રાજકોટમાં આવતીકાલથી યલો એલર્ટ જાહેર : હવામાન ખાતાના વેધર ડેટા એનાલીસ્ટની આગાહી મુજબ આવતીકાલે ૨૧મીના રોજ યલો એલર્ટ (૪૧ ડીગ્રી ઉપર) રહેશે. access_time 4:01 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST