Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મતદાન પછી જ રજૂ કરી શકાય છે

૧૯૬૦માં પ્રથમ એકઝીટ પોલ CSDSએ રજૂ કર્યો હતો : નિયમો - સજાની જોગવાઇ છે

નવી દિલ્હી તા. ૨૦ : એકિઝટ પોલ શું છે, એની શરૂઆત કયારે થઈ, એના સંલગ્ન નિયમો શું છે, આ તમામ સવાલના જવાબ આ પ્રમાણે છે.

(૧) એકિઝટ પોલ શું છે ?

લગભગ તમામ ચેનલો વિવિધ એજન્સીઓ સાથે મળીને અંતિમ તબકકાનું મતદાન પૂર્ણ થતાં જ એકિઝટ પોલ દેખાડે છે. એમાં દર્શાવાય છે કે કયા પક્ષને કેટલી સીટ મળી શકે છે. એમાં એક મોટો અંદાજ વ્યકત કરાય છે. જોકે, એ કહેવું યોગ્ય નથી કે ચૂંટણીના પરિણામ એકિઝટ પોલ અનુસાર જ આવે છે. ભારતમાં સૌથી પ્રથમ એકિઝટ પોલ ૧૯૬૦માં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)એ પ્રગટ કર્યો હતો.

(૨) એકિઝટ પોલ કોણ કરાવે છે?

સૌથી પહેલા એ જાણીએ કે એકિઝટ પોલની પદ્ઘતિ શું હોય છે ? એકિઝટ પોલ માટે તમામ એજન્સી વોટ આપ્યા બાદ મતદારોનો અભિપ્રાય જાણવાની કોશિશ કરે છે, એ આધારે એકિઝટ પોલના પરિણામ તૈયાર કરાય છે. ભારતમાં ચૂંટણી વિકાસથી લઈને જાતિ-ધર્મ જેવા મુદ્દા પર લડાય છે, એવામાં મતદારે કોને વોટ આપ્યો, એ જાણવું મુશ્કેલ બની જાય છે. એટલે મતદારો કોને મત આપ્યો, એ સવાલનો યોગ્ય જવાબ આપતા નથી, એટલે કેટલીક વખત એકિઝટ પોલ ખોટા પડી જાય છે.

(૩) એકિઝટ અને ઓપિનિયન પોલમાં ફરક શું છે ?

મોટો ફર્ક એ છે કે ઓપિનિયન પોલ ચૂંટણી જાહેર થાય એ પહેલાં અને એગ્ઝિટ પોલ મતદાન પૂર્ણ થાય એ પછી આવે છે. એટલે આ બંને પોલમાં ખૂબ જ મોટો તફાવત હોય છે.

(૪) નિયમ અને સજા શું છે ?

રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એકટ, ૧૯૫૧ના સેકસન ૧૨૬-એ અંતર્ગત ચૂંટણી શરુ થયા પહેલાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જ એકિઝટ પોલ દેખાડી શકાય છે. આ કલમ અંતર્ગત સ્પષ્ટ છે કે કોઈ પણ એકિઝટ પોલ પ્રિન્ટ-ઈલેકટ્રોનિક મીડિયામાં દેખાડી કે છાપી શકાય નહીં. આ નિયમ તોડવા મામલે બે વર્ષની સજા, દંડ કે પછી બંને થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષો અને વિવેચકો ઘણીવાર એકિઝટ પોલ તૈયાર કરનારી એજન્સીઓ પક્ષપાતભર્યું વલણ રાખતી હોવાના આક્ષેપો કરે છે.

(11:34 am IST)