Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એકઝીટ પોલ

કનૈયા કુમાર - શત્રુધ્ન સિંહા હારે છે

નવી દિલ્હી તા. ૨૦ : લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ન્યૂઝ ૧૮ના એકિઝટ પોલમાં NDAને પૂર્ણ બહુમત મળી રહી છે. જયારે અન્ચ ચેનલોના એકિઝટ પોલમાં પણ NDAને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે. આવા સમયે બિહારની બે સીટો ઉપર બધાની નજર હતી. આ હાઇપ્રોફાઇલ સીટો હતી બેગૂસરાય અને પટના સાહિબ. બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ સામે સીપીઆઈએ કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યો હતો. જયારે પટના સાહિબ સીટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુધ્ન સિન્હા વચ્ચે મુકાબલો છે.

એબીપી નીલસનના એકિઝટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એકિઝટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.

એબીપી નીલસનના મતે બિહારની ૪૦ લોકસભા સીટોમાંથી એનડીએને ૩૪ સીટો મળશે. જયારે ન્યૂઝ ૧૮ના એકિઝટ પોલ પ્રમાણે બિહારની ૪૦ લોકસભા સીટોમાંથી એનડીએને ૩૪ થી ૩૬ સીટો મળવાની સંભાવના છે. જયારે યૂપીએને ૬ સીટો મળવાની સંભાવના છે. ઝારખંડની ૧૪ લોકસભા સીટોમાંથી એનડીએના ખાતામાં ૧૦ સીટો આવી રહી છે.જયારે યૂપીએને ૪ સીટો મળી શકે છે.

(10:29 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાઃ માયાવતીએ દિલ્હી જવાનું રદ્ કર્યું: કહયું કે પાટનગર નહિં જાઉં !! દિલ્હીની કોઇપણ બેઠકોમાં હાજરી નહિ આપું: માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો access_time 12:43 pm IST