Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ઇથેનોલમાં ઘઉં અને ચોખાનો ઉપયોગ અવ્યવહારુ : જવ અને બાજરા જેવા બરછટ અનાજ યોગ્ય : કૃષિ નિષ્ણાતો

મુંબઈ - કૃષિ નિષ્ણાતોએ બાયોફ્યુઅલમાં રાષ્ટ્રીય નીતિ હેઠળ ઈથેનોલના ઉત્પાદનમાં ઘઉં અને ચોખાના ઉપયોગની મંજૂરીને અવ્યવહારિક ગણાવ્યું છે તેની જગ્યાએ જવ અને બાજરા જેવા બરછટ અનાજના ઉપયોગની ભલામણ કરી છે. બાયોફ્યુઅલની રાષ્ટ્રીય નીતિમાં ઈથેનોલ ઉત્પાદનમાં વધુ માત્રામાં અનાજના ઉપયોગની મંજૂરી આપતા નિષ્ણાતોએ આ અંગેની જાણ કરી હતી.

   જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથનના જણાવ્યા અનુસાર, દેશમાં અનાજનું ઉત્પાદન હાલમાં ખાધ સુરક્ષા કાયદાની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતું છે. તેમજ આ કિસ્સામાં,ઈથેનોલના ઉત્પાદનમાં કાચા માલ તરીકે ઘઉં અને ચોખા જેવા અનાજનો ઉપયોગએ અવ્યવહારિક છે. આ ઉપરાંત કૃષિ અર્થશાસ્ત્રી તેમજ બેંગ્લૂરું સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ ચેન્જ(આઈએસઈસી) ના પ્રોફેસર પ્રમોદ કુમારનું કહેવું છે કે , બાયોફ્યુઅલમાં કાચા માલ તરીકે ઘઉં અને ચોખાને બદલે બરછટ અનાજના ઉપયોગને પ્રોત્સાહન આપવું વધુ સારું છે.

   ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં મિશ્રણ તરીકે કરવામાં આવે છે, જેથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત નિર્ભરતા ઘટાડી શકાય. કેબિનેટે ગયા સપ્તાહે આ નીતિને મંજૂરી આપી હતી. તેમાં જણાવ્યું છે કે, વધુ ઉત્પાદનના સમયે ખેડૂતો તેમની આવકનું યોગ્ય મૂલ્ય મેળવી શકતા નથી.

(9:11 pm IST)