Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

પ્રિન્સ હેરી-મેગન માર્કલના લગ્નમાં છવાયો પ્રિયંકાનો જાદુ:લૂક અને સ્ટાઇલ પર ફેન્સ આફરીન:ચોમેર ચર્ચા

પ્રિયંકા શાહી લગ્ન માટે વિવયન વેસ્ટવુડની લવેન્ડર ડ્રેસ પહેરી સ્ટનિંગ લાગી:તેનો હોટ અને ગ્લેમરેસ અંદાજની ખાસી ચર્ચા

 

મેટ ગાલા 2018 ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા ફેન્સને ઈમ્પ્રેસ કરી શકી પરંતુ પ્રિન્સ હેરી અને મેગન માર્કલના શાહી લગ્નમાં જાદુ છવાયો હતો હેરી અને માર્કલના લગ્ન સાથે-સાથે પ્રિયંકાના લુક અને સ્ટાઈલની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

   પ્રિયંકા ચોપરાની ખાસ દોસ્ત મેગન માર્કલના લગ્ન હતા  પ્રિયંકા આમ પણ તે ઘણા દિવસોથી લગ્નની તૈયારીઓમાં હત. ફ્રેન્સને પણ ઉતાવળ હતી કે લગ્નમાં પ્રિયંકા શું પહેરશે?

  પ્રિયંકાએ શાહી લગ્ન માટે વિવયન વેસ્ટવુડની લવેન્ડર ડ્રેસ પહેરી, જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. તેનો હોટ અને ગ્લેમરેસ અંદાજ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રિયંકાના લુકને જોઈને લોકો સોશિયલ મીડિયામાં ગાંડા થઈ રહ્યા છે. કોઈએ તેને સ્ટનિંગ કહ્યું કો કોઈ તેને રાજકુમારી કહી રહ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પ્રિયંકા પોતાના પેસ્ટલ બ્લૂ કલરની લોન્ઝરી બ્લેઝર ડ્રેસ પહેરીને ટ્રોલ થઈ હતી. તે ડ્રેસમાં પ્રિયંકા ચેસ્ટ પર કટ જેવી ડિઝાઈન હતી, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અસહજ થઈ ગયા હતા અને ફની અને ગંદી કોમેન્ટ્સ પણ કરી.

 પ્રિન્સ હેરી અને મેગન માર્કલના શાહી લગ્નની તો બંનેના લગ્નના સાક્ષી બનવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

મેગન માર્કલ અને હેરીના લગ્ન સેન્ટ જ્યોર્જ ચેપલ, વિન્ડસર કાસલમાં થયા. દુનિયાના સૌથી જૂના મહેલોમાંથી એક છે. રોયલ વેડિંગમાં 293 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરાઈ ચૂક્યો છે

(10:22 am IST)