Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

૪ લાખ મતદારોમાંથી નવ કલાકમાં કોઈ મતદાન કરવા ન આવ્યું

૨૦ ધારાસભ્યોએ પણ મતાધિકારનો ઉપયોગ ન કર્યો ઃનાગાલેન્ડમાં ENPO છ જિલ્લાના અલગ રાજ્યની માંગ કરી રહી છે ઃ એક પણ વ્યક્તિ મત આપવા નીકળ્યો ન હતો

કોહીમા, તા.૨૦ ઃ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ, પરંતુ આ વિસ્તારના ચાર લાખ મતદારોમાંથી એક પણ વ્યક્તિ મત આપવા આવ્યો ન હતો. આ ફક્ત ફિલ્મોમાં જ શક્ય છે પણ અહીં રિલ નહીં પણ રિયલમાં જોવા મળ્યું. 'ફ્રન્ટીયર નાગાલેન્ડ ટેરિટરી'ની માંગ પર દબાણ લાવવા માટે બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ (Neiphiu Rio) જણાવ્યું હતું કે રાજ્ય સરકારને પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની FNT (Eastern Nagaland People's Organisation) માટેની માંગ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તેણે પહેલેથી જ આ પ્રદેશ માટે સ્વાયત્ત સત્તાઓની ભલામણ કરી છે.  ENPO એ પૂર્વ વિસ્તારની સાત આદિવાસી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

નાગાલેન્ડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે મતદાન કર્મચારીઓ સવારે ૭ થી સાંજના ૪ વાગ્યા સુધી પ્રદેશના ૭૩૮ મતદાન મથકો પર હાજર હતા, જેમાં ૨૦ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સીઈઓ ઓફિસના સૂત્રોએ જણાવ્યું કે નવ કલાકમાં કોઈ મતદાન કરવા આવ્યું ન હતું. આ ઉપરાંત ૨૦ ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. નાગાલેન્ડના ૧૩.૨૫ લાખ મતદારોમાંથી પૂર્વ નાગાલેન્ડના છ જિલ્લાઓમાં ૪,૦૦,૬૩૨ મતદારો છે.

રાજ્યની રાજધાનીથી લગભગ ૪૧ કિમી દૂર તેમના ગામ તૌફેમામાં પોતાનો મત આપ્યા પછી, મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે FNT માટેના કાર્યકારી કાગળનો ડ્રાફ્ટ સ્વીકાર્યો છે, જે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. *ચૂંટાયેલા ધારાસભ્યો અને સૂચિત હ્લદ્ગ્ના સભ્યો સાથે સત્તામાં તેમનો હિસ્સો સિવાય અમને કોઈ સમસ્યા લાગતી નથી.

ENPO છ જિલ્લાના અલગ રાજ્યની માંગ કરી રહી છે. તેમનો એવો પણ આરોપ છે કે સરકારોએ આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી. જો કે, મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે પહેલેથી જ એક સ્વાયત્ત સંસ્થાની ભલામણ કરી છે જેથી કરીને આ પ્રદેશને બાકીના રાજ્યની સમકક્ષ પર્યાપ્ત આર્થિક પેકેજ મળી શકે.

મતદાન ન કરવા બદલ પૂર્વ નાગાલેન્ડના ૨૦ ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી થશે? આના પર મુખ્યમંત્રીએ કહ્યું, "અમે સંઘર્ષ નથી ઈચ્છતા. નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણીની શરૃઆતના થોડા કલાકો પહેલા, ENPO એ ગુરુવારે સાંજે ૬ વાગ્યાથી રાજ્યના પૂર્વ ભાગમાં અનિશ્ચિત સમય માટે સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું હતું. જો કોઈ મતદાન કરવા જાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી થાય તો તેના માટે સંબંધિત મતદાર જવાબદાર રહેશે તેવી ચેતવણી પણ આપી હતી.

(7:11 pm IST)