Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બસપાના ઉમેદવારોની છઠી યાદી જાહેર: વારાણસીથી પીએમ મોદી સામે ઉમેદવાર બદલાયા

બસપાએ આ વખતે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા:બસપાએ વારાણસી અને ફિરોઝાબાદના ઉમેદવારોના નામ બદલ્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બસપાએ આ વખતે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બસપાએ વારાણસી અને ફિરોઝાબાદના ઉમેદવારોના નામ પણ બદલ્યા છે. બસપા ઉમેદવારોની આ છઠ્ઠી યાદી છે. આ પહેલા BSPએ પોતાના ઉમેદવારોની 5 યાદી બહાર પાડી છે.

   આ યાદીમાં ભીમરાવ આંબેડકરને હરદોઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સંતકબીરનગર બેઠક પરથી મોહમ્મદ આલમ, ફતેહપુર બેઠક પરથી મનીષ સિંહ સચાન, સીતાપુરથી મહેન્દ્ર સિંહ યાદવ, મહારાજગંજથી મોહમ્મદ મૌસમ આલમ, બી. આર. અહિરવાર, મછિલિશહર સીટથી કૃપાશંકર સરોજ, ભદોહી સીટથી અથર અંસારી અને ફુલપુર સીટથી જગન્નાથ પાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  બે બેઠકો પર ઉમેદવારો બદલાયા આ ઉમેદવારો સિવાય બસપાએ યુપીની ફિરોઝાબાદ સીટ પર પોતાનો ઉમેદવાર બદલ્યો છે. બસપાએ હવે આ સીટ પર ચૌધરી બશીરને ઉમેદવાર જાહેર કર્યા છે.

 આ સિવાય બસપાએ વારાણસી લોકસભા સીટ પર પણ પોતાનો ઉમેદવાર બદલ્યો છે. હવે બસપાએ વારાણસી સીટ પર પીએમ મોદી સામે ઉમેદવાર તરીકે સૈયદ નેયાઝ અલી (મંજુ ભાઈ)ના નામની જાહેરાત કરી છે. આ પહેલા બહુજન સમાજ પાર્ટીએ પીએમ મોદી સામે વારાણસી લોકસભા સીટ પરથી અથર જમાલ લારીને મેદાનમાં ઉતાર્યા હતા.

   
(11:38 pm IST)