Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

EDએ આપ નેતા અમાનતુલ્લાહ ખાનની કરી ધરપકડ

વક્‍ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ

નવી દિલ્‍હી તા. ૧૯ : આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વક્‍ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.

વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં ધરપકડ

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પર દિલ્‍હી વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ તરીકે ૩૨ લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્‍હી વક્‍ફ બોર્ડના તત્‍કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્‍યું હતું.

સંજય સિંહે મોદી સરકાર

પર નિશાન સાધ્‍યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્‍યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્‍હી સરકારના મંત્રી આતિશી તેમના ઘરે જઈ રહ્યા છે. રાજ્‍યસભા સાંસદ સંજય સિંહે X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટસમાં વ્‍યસ્‍ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્‍યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્‍યો હતો. હું જલ્‍દી જ તાનાશાહીનો અંત લાવવા જઈ રહ્યો છું.

(4:42 pm IST)