Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ચૂંટણી પ્રચાર પાછળ રાજકીય પક્ષો દ્વારા ધૂમ ખર્ચ

૨૦૧૯માં ૧૪૯૫ કરોડનો ધુમાડો :૨૦૧૯માં ભાજપ દ્વારા પ્રચાર પાછળ રાષ્‍ટ્રીય સ્‍તરે ૬૫૧ કરોડ અને કોંગ્રેસ દ્વારા ૪૭૬ કરોડનો ખર્ચ

નવી દિલ્‍હી તા. ૧૯ : રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ચૂંટણીમાં જીત મેળવવા મતદારો સુધી પહોંચવું અનિવાર્ય હોવાથી ઙ્કચાર પાછળ ધૂમ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ૨૦૦૪માં રાજકીય પક્ષો દ્વારા ઙ્કચાર પાછળ રાષ્‍ટ્રીય સ્‍તરે કુલ ૧૧૫.૯ કરોડ રૂપિયાનો લોકસભા ચૂંટણી દરમિયાન ખર્ચ કરાયો હતો તે ૨૦૧૯માં વધીને ૧૪૯૫.૪૧ કરોડ થઇ ગયો હતો. ૨૦૨૪માં જે રીતે ચૂંટણીનો જંગ લડાઇ રહ્યો છે અને અત્‍યારથી રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોની રેલીઓ, રોડ-શો, જાહેર સભાઓ, સોશિયલ મીડિયા થકી ધમધોકાર ઙ્કચાર કરાઇ રહ્યો છે તેના કારણે આ ખર્ચ બે હજાર કરોડને વટાવી જશે તેવો અંદાજ છે.

રાજકીય પક્ષોને મોટાપાયે દાન મળતું હોય છે અને તેની સામે ચૂંટણીમાં ખર્ચ પણ કરોડો રૂપિયાનો કરાતો હોય છે. ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ ઙ્કચાર પાછળ તે પછી નેતાઓના ઙ્કવાસ ખર્ચ પાછળ, ઉમેદવારોનો વ્‍યક્‍તિગત અને અન્‍ય ખર્ચમાં ફંડ વપરાતું હોય છે.  ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા દેશભરમાં કુલ ૬૫૧.૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. તેની સામે મુખ્‍ય હરીફ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ ૪૭૬.૮૩ કરોડનો ખર્ચ કરાયો હતો. જે લગભગ ૧૭૪.૮૧ કરોડ જેટલો ઓછો હતો. એનસીપી દ્વારા ૩૬.૪૮ કરોડ, બીએસપી દ્વારા ૧૧.૧૪ કરોડ, સીપીએમ દ્વારા ૨૪.૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો.(૭.૬)

રાજકીય પક્ષોને મળેલું

ફંડ અને ખર્ચ

વર્ષ            ફંડ      ખર્ચ

૨૦૦૯    ૮૫૪.૮૯ ૮૭૫.૮૧

૨૦૧૪    ૧૧૫૮    ૧૩૦૮

૨૦૧૯    ૫૫૪૪    ૨૦૦૪

ઉમેદવારના વ્‍યક્‍તિગત પ્રચારનો

અને અન્‍ય ખર્ચ અલગ.

પ્રચાર-પ્રવાસ

પાછળ ખર્ચ

વર્ષ           પ્રચાર          પ્રવાસ

૨૦૦૯   ૪૦૩         ૧૮૯

૨૦૧૪    ૮૫૮     ૩૧૧

૨૦૧૯    ૧૪૯૫    ૫૬૭

મુખ્‍ય પક્ષોનો

પ્રચાર પાછળ ખર્ચ

વર્ષ           ભાજપ    કોંગ્રેસ

૨૦૦૯    ૧૮૦    ૨૦૭

૨૦૧૪    ૪૬૩    ૩૪૬

૨૦૧૯    ૬૫૧    ૪૭૬

(10:56 am IST)