Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

પાલઘર મોબલિંચિંગ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસેથી માંગેલો રિપોર્ટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લઇને આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી : પાલઘરમાં સંતોની કરપીણ હત્યા બાદ ખળભળાટ : બનાવ અને હુમલાખોરોને પકડી પાડવા માટે લેવાયેલા પગલાઓ સંદર્ભે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપેલી માહિતી

નવીદિલ્હી, તા. ૨૦ : મહારાષ્ટ્રના પાલઘરમાં સંતોની નિર્મમ હત્યામાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ચારેબાજુથી જોરદારરીતે ફસાઈ ગઈ છે. ઘટનાની ગંભીર નોંધ લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને તમામ માહિતી મેળવી હતી. સાથે સાથે સંદર્ભમાં રિપોર્ટ સોંપવા માટે પણ આદેશ કર્યો હતો. બદલામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાલઘર વિસ્તારમાં ત્રણ લોકોની હત્યાના સંદર્ભમાં રૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન ઠાકરેએ બનાવના સંદર્ભમાં અમિત શાહને માહિતી આપી હતી. સાથે સાથે બનાવમાં સામેલ રહેલા લોકોને પકડી પાડવા માટે લેવામાં આવી રહેલા પગલાની પણ માહિતી આપી હતી.

         ૧૬મી એપ્રિલના દિવસે રાત્રે સિલવાસા જવાના રસ્તામાં ત્રણ લોકોની પાલઘર જિલ્લામાં સ્થાનિક નિવાસીઓએ હત્યા કરી દીધી હતી. પાલઘર જિલ્લામાં બનેલી ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બનાવના સંદર્ભમાં પોલીસે ૧૦૦ લોકોની અટકાયત કરી છે. બીજી બાજુ અમિત શાહ ઘટનાને લઇને લાલઘૂમ દેખાઈ રહ્યા છે. આના ઘેરા પ્રત્યાઘાત પણ પડી રહ્યા છે. રાજકીય રંગ આપવાના પ્રયાસ રૂ થઇ ગયા છે. કોમી રમખાણના એક હિસ્સા તરીકે આને જોવામાં આવે છે. મહારાષ્ટ્રના પાલઘરમાં સંતોની હત્યા બાદ ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમગ્ર દેશમાં આને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે આને એક નવો વળાંક આપ્યો હતો.

       પાત્રાએ સુનિલ દેવધરના ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું છે કે, રાજકીય ષડયંત્રના ભાગરુપે બનાવ બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનિલ દેવધરે ટ્વિટ કરતા લખ્યું છે કે, સ્થાનિક લોકોના કહેવા મુજબ શખ્સ શરદ પવારના એનસીપીના જિલ્લા પંચાયત સભ્ય કાશીનાથ ચૌધરી છે. તેમની સાથે વિષ્ણુ પાતરા, સુભાષ ભાવર અને ધર્મા ભાવર ત્રણ સીપીએમના પંચાયત સભ્યો ત્યાં રોકાયેલા હતા. સંબિત પાત્રાએ કહ્યું છે કે, પાલઘર મોબલિંચિંગ કેસમાં મોટો ખુસાલો થયો છે જે કાવતરા તરફ ઇશારો કરે છે. છત્રપતિ મહારાજ શિવાજીની ધરતી પર મિત્રતા અને દુશ્મનીથી ઉપર ઉઠી ચુકેલા સાધુ સંતોને જો ભીડ ઘેરી લઇને મારી નાંખે છે તો તે ઐતિહાસિક પરંપરાને મોટો ફટકો છે. કુમાર વિશ્વાસે પણ આવી પ્રતિક્રિયાઆપી છે. કુમાર વિશ્વાસે ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર પર કલંક લાગી ગયો છે.

(7:45 pm IST)