Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

કર્ણાટક-તેલંગાનામાં ૭ મે સુધી લોકડાઉન વધારાયું ઓનલાઈન ફડ ડિલીવરી પર પણ પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ દેશવ્યાપી લોકડાઉન ભલે ૩ મે સુધી વધાયુ હોય પરંતુ તેલંગાનામાં મુખ્યમંત્રી કેસીઆરે રાજ્યમાં  લોકડાઉનને ૭ મે સુધી વધારવાનો નિર્ણય કર્યેા છે. તેલંગાના ઉપરાંત કર્ણાટકમાં ૮ મેથી લોકડાઉન ખોલવામાં આવશે ત્યારે દેશના બાકીના ભાગમાં કેન્દ્રના આદેશ અનુસાર ૩ મે સુધી જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

  મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું ચે કે, સીએમ ચંત્રશેખરે આ નિર્ણય દિલ્હીમાં એક ડિલીવરી બોયના સંક્રમિત મળી આવ્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સોમવારે રાજ્યમાં ફડ ડિલીવરી એપનાં સંચાલનને મંજૂરી નહીં હોય.

તેલંગાનામાં કોરોનાના ૮૫૮ કેસ છે, જેમાંથી ૧૮૬ દર્દી ઠીક થઈ ગયા છે અને ૨૧ લોકોના મોત થયા છે. આ વાતની જાણકારી પણ રાયના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આપી છે. આજ રીતે કર્ણાટકના મુખ્યમુંત્રી બી.એસ.યેદીયુરપ્પાએ પણ લોકડાઉન સાતમી તારીખ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

(11:43 am IST)