Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અબુધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનો મહંત સ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ

સાધુ સંતો અને ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણઉપસ્થિત રહ્યા : 2500થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો

સન 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ  દ્વારા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું

  . આ કાર્યક્રમમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ  ઉપસ્થિત  રહ્યા હતા. તેમજ સાથે 2500થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે
આ મંદિર માટે જમીન શેખ મોહમ્મદ બિન ઝાયેદ દ્વારા દાન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની UAEની 11 દિવસીય આ ધર્મયાત્રામાં તેઓને ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે.

(1:11 am IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST