Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

તા.૯ મેથી કપાટ ખુલવાના છે ત્યારે

કેદારનાથમાં ૬ ફૂટ બરફ અને માઈનસ ૨ ડિગ્રી વચ્ચે ૧૫૦ મજુરો રસ્તો બનાવે છે

કેદારનાથઃ ચાર ધામોમાંના એક કેદારનાથ ધામના કપાટ તા.૯મેના રોજ ખુલવાના છે. ત્યારે મંદિર પરિસર સુધી યાત્રાળુઓ પહોંચી શકે તે માટે રસ્તા ઉપર જામેલ ૬ થી ૭ ફૂટના બરફના થરને હટાવવા તંત્ર દ્વારા ૧૫૦ મજુરોને કામે લગાડાયા છે. અહીં હાલ માઈનસ ૨ ડિગ્રી તાપમાન છે.

ગૌરીકુંડથી કેદારનાથ સુધીના પગદંડી માર્ગ ઉપર ૧૦૦ જેટલા મજુરો કામ કરી રહ્યા છે. રામબાડાથી રૂદ્રા પોઈન્ટ થઈને બેઝ કેમ્પ સુધીના ૧૦ કિ.મી. પગપાળા માર્ગ ઉપર ગ્લેશીયર ઝોનને છોડીને આખા રસ્તામાં ૬ ફૂટ બરફના થરને કાપીને રસ્તો બનાવાયો છે. અધીકારીઓના જણાવ્યા મુજબ આવતા અઠવાડીયા સુધીમાં મંદિર સુધી બરફ હટાવી રસ્તો ખોલી નાખવામાં આવશે.

(3:44 pm IST)