Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

નીતા અંબાણીની બહેન તેનાથી પણ સુંદર

નીતાબેનથી ૪ વર્ષ નાની મમતા દલાલ એક શિક્ષક છેઃ સામાન્ય જીવન પસંદઃ ઝાકમઝોળ પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ

મુંબઇઃ એશિયાના બીજા નંબરના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની બહેન તેમનાથી પણ વધુ ખુબસુરત છે. નીતા અંબાણીની બહેન આમ તો લાઇમ લાઇટથી દુર જ રહે છે. પણ આકાશ અંબાણીના લગ્નના થોડા સમય પછીથી તેમના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ઇશા અંબાણીએ પોતાના લગ્ન પછી એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતુંકે તે પોતાના માસીની બહુ જ નજીક છે. નીતા અંબાણી અને તેમની બહેનથી પણ વધારે ખૂબસુરત તેમની માતા પૂર્ણિમા દલાલ છે.

 નીતા અંબાણી કોઇ બિઝનેસ ફેમિલી માંથી નહીં પણ એક સાધારણ મધ્યમ વર્ગમાંથી  જ હતા. તેમની પરવરિશ અને તેમના માતા પિતાએ આપેલા સંસ્કારોએ પણ ધીરૂભાઇ અંબાણીને નીતાને પોતાના ઘરની વહુ બનાવવા માટે મજબુર કર્યા હતા.

નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે જે તેનાથી ૪ વર્ષ નાની છે. ધીરૂભાઇ અંબાણીની પુત્રવધુ નીતાને દેશમાંજ નહીંં વિદેશમાં પણ લોકો ઓળખે છે. પણ તેની બહેન મમતા દલાલની જો વાત કરીએ તો તે લાઇમ લાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. જયારથી સોશ્યલ મીડિયા પર મમતા દલાલના ફોટો શેર થયા છે. ત્યારથી તેની ખુબસુરતી નીતા અંબાણી સાથે કમ્પેર કરાય છે. મમતા દલાલ તેમની જ સ્કૂલમાં ટીચર છે. નીતા અંબાણીનો પરિવાર આજે પણ સામાન્ય જીવન ગાળવાનું પસંદ કરે છે. દિકરી ભલે ને અંબાણી પરિવારની વહુ હોય પણ તેમના માતા પિતા અને બહેન આજે પણ પોતાનું જીવન સામાન્ય રીતે ગાળવા ઇચ્છે છે. નીતા અંબાણી પણ પોતાના બાળકોને લાઇમ લાઇટથી શકય એટલા દૂર રાખવાની કોશિષ કરે છે, મુકેશ અને નીતા અંબાણી હંમેશા એવું ઇચ્છે છે કે તેમના બાળકોની ઓળખ અંબાણી પરિવારના કારણે નહીં પણ તેમની કાબેલિયતથી થાય.

(3:43 pm IST)