Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પશ્ચિમ બંગાળમાં તૃણમલને ૪૨ માંથી ૪૨ બેઠક મળશેઃ મમતા બેનર્જીનો સ્પષ્ટ દાવો

નવી દિલ્હી, તા.૨૦: પશ્યિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીનો દાવો છે કે આ વખતે દિલ્હીની સરકારનો નિર્ણય પશ્યિમ બંગાળ અને યુપીથી થશે. મમતા બેનરજીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ચૂંટણી બાદ તસવીર બદલાઈ જશે અને ભાજપને દ્યણાં રાજયમાં મોટો ઝટકો લાગી શકે છે.

મમતા બેનરજીએ દાવો કર્યો છે કે ચૂંટણી બાદ કોઈ નવું ગઠબંધન તૈયાર થઈ શકે છે. યુપીએ અને એનડીએ કરતાં આ અલગ ગઠબંધન હોઈ શકે છે. મમતા બેનરજીએ એમ પણ જણાવ્યું હતું કે ભલે ચૂંટણીને લઈને ભાજપ મોટા મોટા દાવા કરી રહી હોય, પરંતુ પશ્યિમ બંગાળમાં ભાજપનું કંઈ થવાનું નથી. તેમણે દાવો કર્યો છે કે બંગાળમાં જે બે સીટ ભાજપની છે તે પણ ખતમ થઈ જશે.

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાન તરીકે કોઈ પગાર લેતા નથી અને પુસ્તકો તેમજ મ્યુઝિકની રોયલ્ટીથી પોતાનો ખર્ચ ચલાવે છે. સાથે સાથે મમતાએ એમ પણ કહ્યું કે હું સત્ય બોલું છું તેથી મને ગુસ્સો આવે છે. જનતા સાથે અત્યાચાર થાય છે ત્યારે મને ગુસ્સો આવે છે.

મમતા બેનરજીએ ખૂબ જ કોન્ફિડન્સ સાથે આ વખતે ટીએમસીને ૪૨થી ૪૨ બેઠક મળશે અને ભાજપ બંગાળમાંથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. ૨૦૦૯થી ભાજપનો વોટ શેર ખૂબ જ વધ્યો છે. છતાં પણ મમતા બેનરજીનું કહેવું છે કે બંગાળમાં ટીએમસી નંબર ૧ની પાર્ટી છે બીજા નંબરે કોણ રહેશે તે કહેવું મુશ્કેલ છે.

(3:40 pm IST)