Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ઘરમાં ઘુસી માતા પર બંદૂક રાખીને સગીરા પર ગેંગરેપનો પ્રયાસ : વિરોધ કર્યો તો એસિડ છાંટ્યું

બિહારના આલિંજ જિલ્લામાં ગંગા વિહાર કોલોનીમાં ઘટના

બિહારમાં  અજાણ્યા હુમલાખોરે આલિંજ જિલ્લામાં ગંગા વિહાર કોલોનીમાં 17 વર્ષની એક છોકરીના ઘરમાં પ્રવેશીને છોકરીના માતા પર બંદુક રાખી અને છોકરી પર ગેંગરેપ કરવાનો પ્રયત્ન પ્રયાસ કર્યો હતો.જ્યારે છોકરીએ તેનો વિરોધ કર્યો તો તેના પર એસિડ ફેંકી દીધું. આ છોકરીને ગંભીર પરિસ્થિતિમાં મયગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ સારવાર માટે જ્યાંથી કુટુંબ બનારસ ગયું હતું. પોલીસે શંકાના આધારે એક માણસની ધરપકડ કરી છે

    છોકરીની માતાએ કહ્યું કે હું પુત્રી સાથે ખાવાનું બનાવતી હતી. તે સમયે કેટલાક લોકો મોઢા પર કપડુ બાધીને ઘરમાં પ્રવેશ્યા. બધા પાસે શસ્ત્રો હતા. એકે બંદૂક મારી કાનપટ્ટી પર રાખી દીધી અને છોકરીને ખેંચી લીધી અને તેના પર રેપ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેનો વિરોધ કર્યો તો તેણે છોકરીનાં મો પર એસિડ ફેંકી દીધું.

(1:02 pm IST)