Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રજનીકાન્તે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત

મુંબઇ તા ૨૦ : સાઉથના સુપર સ્ટાર રજનીકાન્તની ચુંટણી લડવાની અટકળો વચ્ચેતેમણે આ વિશે મોટી જાહેરાત કરી છે. તેમણે કહયું છે કે, તેઓ તામિલનાડુની આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જયારે થશે ત્યારે તેઓ લડવા માટે તૈયાર રહેશે.

રજનીકાન્તે પોતાના ઘરે બહાર મીડિયા સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદી ફરી સત્તા પર આવશે એવું પુછવા પર તેમણે કહ્યું કે એે માટે આપણે ૨૩ મેની રાહ જોવી પડશે.

(11:56 am IST)