Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સુપ્રિમ કોર્ટમાં અરજી

રાજકીય પક્ષોને ચુંટણી ઢંઢેરામાં દેવા માફીનાં કરતા એલાનો અટકાવોઃ સોમવારે સુનવાણી

નવીદિલ્હી, તા.૨૦: ઙ્ગસુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારી નાણાના દુરુપયોગઙ્ગ બરબાદી પર ચિંતા વ્યકત કરીને માંગ કરવામાં આવી છે કે રાજનૈતિક દળો ઘોષણાપત્રમાં લોન માફી યોજનાઓ અથવા નાણાકીય લાભ યોજનોની ઘોષણાની મંજૂરી હોવી જોઈએ નહી. સાથેજ એ પણ માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજય સરકારોને લોન માફ કરવા અથવા તેને ઘટાડવાની મંજૂરી આપવામાં આવે નહી. અરજીમાં બેંકોના એનપીએ અને વધતા રાજસ્વ ઘાટા ઉઠાવામા આવ્યો છે. રાજનૈતિક દળોના દ્યોષણાપત્રમાં કરવામાં આવેલી લોન માફી અથવા કોઈ પણ પ્રકારની નાણાકીય લાભ આપવાની દ્યોષણા પર પણ અંતરિમ રોક લાગવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સોમવારે સુનાવણી કરશે.

 આ જનહિત અરજી એન.સિંહેઙ્ગ તેમની વકીલ પરિરિ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં સરકારી ધનનો ઉપયોગ રોકવા અને વધતા રાજકોષીય દ્યસતા પર લગામ લાગવા માટે અનેક માંગો અને મંતવ્યો આપવામાં આવ્યા છે. અરજીમાં કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચની સાથે દરેક રાજયોને પક્ષકાર બનાવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે રાજનૈતિક દળ તેમના દ્યોષણાપત્રમાં લોન માફી અથવા નાણાકીય લાભની યોજના દ્યોષણા કરે છે. તેઓ સત્ત્।ામાં આવવા માટે સરકારી નાણાંને એક દુરપયોગ કરે છે અને લોન માફીથી આર્થિક સ્થિતિ પર પડતા કુપ્રભાવને નજરઅંદાજ કરે છે. રાજનૈતિક દળ સરકારી તિજોરીથી લોન માફીની દ્યોષણા કરે છે કે જે ટેક્ષ દ્વારા એકત્ર થાય છે. તે પક્ષ ફંડ ને લોન માફીની ઘોષણા કરતા નથી.

સરકારીના નાણાંના પ્રયોગમાં નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્યિત કરવી જોઈએ કારણકે તે દેશની આર્થિક સ્થિતિ સાથે સંબંધિત હોય છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજનૈતિક ઘોષણાપત્રમાં લોન માફી અથવા કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભની ઘોષણા કરવા પર કોઈ ટેક્ષ છૂટ મળવી જોઈએ નહી.

(11:55 am IST)