Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં અસામાન્ય ઘટના: ચીફ જસ્ટીસ ઉપર યૌન શોષણનો આરોપઃ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આરોપો નકારી કાઢયાઃ ન્યાયપાલિકા ખતરામાં હોવાનો દાવો: ૩૫ વર્ષની પૂર્વ આસીસ્ટન્ટે લગાવ્યો આરોપઃ ૨૨ જજોને સોગંદનામાની અરજી પાઠવીઃ શનિવારે રજા છતાં ચીફ જસ્ટીસે ખાસ બેંચ રચી સુનાવણી કરી કહ્યું.. ''ઇજજત સે બડી કોઇ ચીજ નહી'' ચીફ જસ્ટીસ કહે છે... મારા કરતા મારા પટ્ટાવાળા પાસે વધુ પૈસા છેઃ ર૦ વર્ષની સેવા બાદ મારા ખાતામાં માત્ર ૬.૮૦ લાખ રૂપિયા છેઃ પૈસા મામલે મારી સામે આરોપો કરી ન શકનારે અન્ય રસ્તો લીધોઃ દેશમાં માત્ર બે ઓફિસ સ્વતંત્ર છે અને તે છે  PMO અને ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયાની ઓફિસઃ ચીફ જસ્ટીશ રંજન ગોગોઇઃ આવતા સપ્તાહે મહત્વની સુનાવણી થવાની હોઇ કેટલાક પરિબળો નથી ઇચ્છતા કે હું સુનાવણી કરૂ

નવી દિલ્હી, તા. ર૦ :  ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના પર લાગેલા યૌનશોષણના આરોપોને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું, હું આ આરોપો અંગે કોઇ પ્રકારનો જવાબ આપવા માંગતો નથી. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે દેશનું ન્યાયતંત્ર ખતરામાં છે. આવતા સપ્તાહે અનેક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી થવાની છે તેથી જાણી જોઇને આવા વાહિયાત આરોપો મારા પર લગાવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક મહિલા દ્વારા સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ પર યૌનશોષણનો આરોપ લગાવ્યા બાદ સુપ્રિમકોર્ટની એક સ્પેશ્યલ બેેચ આ મામલાની સુનાવણી કરી આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે શું ચીફ જસ્ટિસના ર૦ વર્ષની સેવાનું આ પરિણામ છે? ર૦ વર્ષની સેવામાં ફકત મારા ખાતામાં ૬,૮૦,૦૦૦નું બેંક બેલેન્સ છે કોઇપણ મારૂ ખાતુ ચેક કરી શકે છે.

સીજેઆઇએ કહ્યું કે મારા ચોકીદારની પાસે પણ મારાથી વધુ રૂપિયા છે. રંજન ગોગોઇએ કહ્યું કે સુપ્રીમકોર્ટને બલીનો બકરો બનાવી દેવામાં આવે નહિ કેટલાક લોકો સીજેઆઇની ઓફિસને નિષ્ક્રિય કરવા માંગે છે. હું આ દેશની પ્રજાને જણાવું છું કે હું મહત્વપૂર્ણ મામલાઓની સુનાવણી કરીશ. જેને મારા પર આરોપો મુકેલા છે. તેઓ જેલમાં હતા અને હવે બહાર છે તેની પાછળ કોઇ એક વ્યકિત નહીં. પરંતુ અનેક લોકોનો હાથ છે.

સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે જે મહિલાએ મારા પર આરોપ લગાવ્યો છે તે ૪ દિવસ જેલમાં હતી. મહિલાએ કોઇ વ્યકિતને સુપ્રીમકોર્ટમાં નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. અને પૈસા લીધા હતા.

સીજેઆઇએ કહ્યું કે હું આજે કોર્ટમાં બેસવાનું અસામાન્ય અને અસાધારણ પગલું ભર્યુ છે. કારણ કે વાત ખુબજ આગળ વધી ચુકી છે તેઓએ કહ્યું કે હું આ ખુશ્શી પર બેસીશ અને કોઇ પણ પ્રકારના ભય વગર ન્યાયપાલિકા સાથે જોડાયેલા મારા કર્તવ્યને પુરૃં કરીશ.

આજના દિવસે સાર્વજનિક મહત્વમાં એક મુદ્દા પર વિશેષ સુનાવણી કરવાના આવી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં ગઠિત એક પીઠે ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે જોડાયેલા આ મુદ્દા પર સુનાવણી કરી આ પીઠનું ગઠન એ સમયે કરવામા આવ્યું જયારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઇ રંજન ગોગોઇ વિરૂધ્ધ યોનશોષણનો આરોપ લગાવાના સંબંધે અધિકારીઓને જણાવ્યુ.

સુપ્રીમકોર્ટની એક રજિસ્ટ્રીને એક નોટીસ જાહેર કરવામાં આવી. જેમા કહેવામા આવ્યું છે કે એક વિશેષ પીઠનું ગઠન કરવામાં આવ્યું છે સાર્વજનિક મહત્વના મુદ્દા પર સુનાવણી કરશે. સીજેઆઇ ગોગોઇ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને સંજીવ ખન્નાની પીઠ આજે આ મામલાની સુનાવણી કરી.

બેંચના સામેલ અન્ય બે જજો-જસ્ટિસ અરૂણમિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ મીડિયાને કહ્યું કે તેઓ જવાબદારી અને સુઝબુઝની સાથે કામ કરે અને સત્યતાની પુષ્ટિ કર્યા વગર મહિલાની ફરીયાદને પ્રકાશિત કરે નહિ તેઓએ કહ્યું, અમે કોઇ ન્યાયિક આદેશ પસાર કરી રહ્યા નથી પરંતું એ મીડિયા પર છોડી રહ્યા છીએ કે તેઓ ન્યાયપાલિકાની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે જવાબદારીથી કામ કરેે.

ચીફ જસ્ટિસની પ્રતિક્રિયા

ન્યાયપાલિકાને બલિનો બકરો કોઇ કાળે બનાવવામાં આવશે નહિ : જેને મારા પર આરોપો મુકેલા છે તે જેલમાં હતા અને હવે બહાર છેઃ આ મામલામાં કોઇ એકનો નહીં પરંતુ અનેક લોકોનો હાથ છે તેઓએ કહ્યું કે હું આ ખુરશી પર બેસીશ અને કોઇ પણ પ્રકારના ભય વગર ન્યાયપાલિકા સાથેે જોડાયેલા મારા કર્તવ્યને પુરૃં કરીશ.

(3:35 pm IST)
  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST