Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

દેશમાં ફોનનો ઉપયોગ કરનારાની સંખ્યા ૧૨૦ કરોડને વટાવી ગઇ

ટ્રાઇએ જાહેર કર્યા આંકડા

નવી દિલ્હી તા.૨૦: દેશમાં ફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ફેબ્રુઆરીના અંત સુધીમાં વધીને ૧૨૦.પ કરોડ પહોંચી ચૂકી છે. ભારતીય દૂરસંચાર નિયામક ઓથોરિટી (ટ્રાઇ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ જાણકારી મળી હતી.

આ આંકડા વધવાનું મુખ્ય કારણ રિલાયન્સ જીઓ અને સાર્વજનિક ક્ષેત્રની કંપની બીએસએનએલના ગ્રાહકોની સંખ્યા વધવાનો છે. રિલાયન્સ જીઓ અને બીએસએનએલે સંયુકત રીતે ૮૬.૩૯ લાખ નવા મોબાઇલ કનેકશન જોડયાં હતાં. જો કે અન્ય દૂરસંચાર ઓપરેટરોનાં મોબાઇલ કનેકશનોની સંખ્યા સ્પષ્ટ રીતે ૬૯.૯૩ લાખ ઘટી છે. સૌથી વધુ ગ્રાહક વોડાફોન અને આઇડિયાના ઘડયા છે. ટ્રાઇની ગ્રાહકોની સંખ્યાના માસિક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીના અંત સુધી દેશમાં દૂરસંચાર ગ્રાહકોની સંખ્યા વધીને ૧૨૦.૫૪ કરોડ થઇ ગઇ છે.

(10:10 am IST)