Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મછલી શહેરથી બીજેપી સાંસદ રામચરિત્ર નિષાદ સમાજવાદી પાર્ટીમાં થયા સામેલ

ઉત્તરપ્રદેશના મછલીશહેરની લોકસભા સીટથી  હાલના બીજેપી સાંસદ રામ ચરિત્ર નિષાદ શુક્રવારના રાજધાની લખનૌમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં એમની પાર્ટીમાં સામેલ થયા. બીજેપીએ આ વખતે રામચરિત્રની ટીકીટ કાપી વી.પી. સરોજને આપી છે. જયારે સપા-બસપા-રાલોદ ગઠબંધનને લઇ મછલી શહરથી બસપાના ત્રિભુવન રામ પ્રત્યાશી બનાવવામા આવ્યા છે.

(8:45 am IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST