Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દિલ્હીમાં બ્રાઝીલીયન પાસેથી કોન્ડોમમાં ભરીને લઇ જવાતું 10 કરોડનું લીકવીડ કોકેન ઝડપાયું

 

નવી દિલ્હીઃ રાજધાનીમાં પહેલી વાર લિક્વિડ કોકેન જપ્ત કરાયું છે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) બે બ્રાઝિલિયન પાસેથી 10 કરોડનું કોકેન કબજે કર્યું છે, જેને કૉન્ડમાં ભરીને સાઓ પાલોથી લાવવામાં આવ્યું હતું.કોકેનને કૉન્ડોમમાં પેક કરી ટિનમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.

 

   એનસીબીના ઝોનલ ડિરેક્ટર માધો સિંહે કહ્યું છે કે, ટોળકીના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. લિક્વિડ કોકેન દિલ્હીમાં એક નાઇઝિરિયન સુધી પહોંચાડવાનું હતું, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ટોળકીના અન્ય લોકો માટે શોધખોળ અભિયાન શરૂ કરાયું છે. આથી પકડવામાં આવેલા બંને આરોપીને ઓળખ જાહેર કરવામાં આવી નથી. ધરપકડ કરાયેલા બ્રાઝિલિયન તસ્કરોના પાસપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, બંને ગયા વર્ષે જૂન મહિનામાં પણ ભારત આવ્યા હતા.

એનસીબીની ટીમો પાસે ગુપ્ત જાણકારી હતી કે, કોકેનનો કારોબાર કરનારા બંને વિદેશી દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રોકાયેલા હતા. વિસ્તારને સર્વેલન્સ પર લઈ 16 એપ્રિલે રેડ પાડી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બંનેની ધરપકડ કરવામાં આવી તો તેમાં ટિન મળ્યા હતા, જેની પર ‘Quitanda Morungaba’ લખ્યું હતું. એક પોર્ટુગીઝ ટ્રાન્સલેટરે જણાવ્યું કે, તેમાં જ્યૂસ છે, પરંતુ ખોલ્યું તો અંદર કોકેનથી ભરેલાં કૉન્ડોમ હતા. તેમની પાસેથી 2.65 કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે.

(12:00 am IST)