Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દુષ્‍કર્મ જેવી બાબતો ઉપર ચર્ચા કરવામાં પણ મને ઘૃણા આવે છેઃ આ વિશે મને ન પૂછોઃ દુષ્‍કર્મના વધતા બનાવો સામે અમિતાભ બચ્ચનનો પ્રતિભાવ

મુંબઇઃ દુષ્‍કર્મના વધતા બનાવો સામે અમિતાભ બચ્ચને પોતાનો પ્રતિભાવ આપીને આવી ઘટના ઘૃણાસ્‍પદ છે તેમ જણાવ્યું છે.

કઠુઆ ઉન્નાવ અને સુરતની રેપ ઘટનાઓ પર ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાનો ગુસ્સો જાહેર કરી ચુક્યા છે. હવે આ મુદ્દે મહાનાયક અમિતાભ બચ્ચને તેમનું રિએક્શન આપ્યું છે.

ફિલ્મ 102 નોટ આઉટનાં સોન્ગ લોન્ચ સમયે અમિતાભ બચ્ચનને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો કે, તે 'બેટી બચાઓ બેટી પઢાવો'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. આજકાલ દીકરીઓ સાથે જે યૌન ઉત્પીડનની ઘટનાઓ થઇ રહી છે તેનાંથી દેશ હચમચી ગયો છે. આવા અપરાધ વિશે તમે શું વિચારો છો?

તેનાં જવાબમાં અમિતાભ બચ્ચને દુ:ખી મનથી કહ્યું કે, મને આ વિષય પર ચર્ચા કરવામાં પણ ઘૃણા આવે છે. આ વિશે મને ન પૂછો. આ વાત કરવામાં પણ ઘણી જ ભયાવહ છે.

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના 'બેટી બચાઓ બેટી પઢાઓ'નાં બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ઘણાં મંચ પર દીકરીઓનાં હકમાં બોલતા આવ્યાં છે. તેઓ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને સમાન હક મળવો જોઇએ તેની વકાલત પણ કરી ચુક્યા છે.

એટલું જ નહીં ગત વર્ષે તેમણે તેમની દોહીત્રી નવ્યા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યા માટે એક ઓપન લેટર લખ્યો હતો. જેમાં તેમણે દીકરીઓને સક્ષમ બનવા અને સમાજથી ન ડરવા. પોતાનાં નિર્ણય જાતે જ લેવાની સલાહ આપી હતી.

(6:19 pm IST)