Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

મૃતક સસરાની પત્ની બનીને પૂત્રવધૂએ ૨૦ વર્ષ પેન્શન લીધું

મહિલાએ ડોક્યુમેન્ટ્સ સાથે છેડછાડ કરી : ઈટાવા જિલ્લાના ચક્કરનગરની મહિલાને પ્રયાગરાજ હાઈકોર્ટમાં રજૂ કરાતા તેને નારી નિકેતનમાં મોકલાઈ

નવી દિલ્હી, તા. ૨૦ : ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના ચક્કરનગરમાં ડોક્યૂમેન્ટ્સ સાથે છેડછાડ કરીને મૃતક સસરાની પત્નિ બનીને ૨૦ વર્ષથી વધારે સમયથી પેન્શન લઈ રહેલી પુત્રવધુને પોલીસે શુક્રવારે પ્રયાગરાજ હાઈકોર્ટમાં રજુ કરી. પોલીસ ૨૨ માર્ચે ફરી વિદ્યાવતીને હાઈકોર્ટમાં હાજર કરશે ત્યાં સુધી આ મહિલાને કોર્ટના આદેશ પર નારી નિકેતન ઈટાવામાં મોકલી દીધી છે અને પોલીસ પાસે તપાસ રિપોર્ટ પણ માંગ્યો છે.

પોલીસે આ અંગે જણાવ્યું કે, સિંડૌસ ગામમાં રહેતા ગંગારામ સિંહ રાજાવત રાજપૂત રેજીમેન્ટની ફતેહગઢ યૂનિટના સૈનિક હતા. વર્ષ ૧૯૮૫માં ફરજ દરમિયાન તેમનું મોત થયું હતું. ગંગારામની પત્નિ શકુંતલાનું પતિના મોત પહેલાં જ અવસાન થ

ઈ ચુક્યું હતું. તેના પુત્ર અમોલ સિંહ અને પુત્રવધુ વિદ્યાવતી પરિવાર સાથે ગામમાં રહે છે. આરોપ છે કે ગંગારામના મોત બાદ ડોક્યૂમેન્ટમાં હેરાફેરી અને છેડછાડ કરી વિદ્યાવતિ ગંગારામની પત્નિ શકુંતલા બની ગઈ. લગભગ ૨૦ વર્ષથી વધારે સુધી શકુંતલાના નામ પર પેન્શન લઈ રહી હતી. આ બાબત પર એક ફૌજીને શંકા પડી તો તેણે સૈનિક કલ્યાણ બોર્ડમાં તેની ફરિયાદ કરી. બોર્ડે આ મામલે પ્રયાગરાજ હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી. કોર્ટે આ મામલે ઈટાવા પોલીસને નોટિસ મોકલી મહિલાને કોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો. સમગ્ર કિસ્સો સામે આવતા વિદ્યાવતી ઘરેથી ફરાર થઈ પરંતુ પોલીસની નજરોથી તે બચી શકી નહી અને ઝડપાઈ ગઈ. પોલીસે તેને કોર્ટમાં હાજર કરી.

શુક્રવારે પોલીસે તેને હાઈકોર્ટમાં હાજર કરી અને ત્યાં નિવેદન નોંધાવ્યા બાદ કોર્ટે આગામી સુનવણી ૨૨ માર્ચે રાખી અને ત્યાં સુધી મહિલને આગળનો આદેશ ના આવે ત્યાં સુધી ઈટાવાના નારી નિકેતનમાં રાખવાનો આદેશ આપ્યો. પોલીસે જણાવ્યું કે, કોર્ટે પોલીસને ૪૮ કલાકની અંદર સમગ્ર મામલે રિપોર્ટ રજુ કરવા આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(7:24 pm IST)