Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

જાપાનમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા : સુનામીની ચેતવણી : લોકોમાં ભારે ફફડાટ

કેન્દ્ર બિન્દુ પ્રશાંત મહાસાગારના મિયાગી ક્ષેત્રમાં 60 કિલોમીટર અંદર

ટોકિયો: કોરોના સંકટ વચ્ચે શનિવારે જાપાનની રાજધાની ટોકિયો શહેરની નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 મેગ્નિટ્યૂટ માપવામાં આવી છે. આ જાણકારી જાપાનના નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ આપી છે

ભૂકંપના પગલે કાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે. ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6:09 વાગ્યો નોંધવામાં આવ્યા છે. જેનું કેન્દ્ર બિન્દુ પ્રશાંત મહાસાગારના મિયાગી ક્ષેત્રમાં 60 કિલોમીટર અંદર હતું. ભૂકંપ કેન્દ્ર JMAના જણાવ્યા મુજબ, ભૂકંપના પરિણામે લગભગ એક મીટર ઊંચા સુનામીનો મોજા ઉઠી શકે છે.

હાલ ભૂકંપથી જાન-માલના કોઈ નુક્સાનની માહિતી નથી. એક્સપર્ટના મતે, 6.8ની તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને લોકો પોતાના ઘરેથી બહાર નીકળી આવ્યા છે.

અગાઉ 20 જૂને પણ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે જાપાનના કાગોશિમા પ્રાંતમાં અમામીશિમા ટાપૂના તટ પર 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદૂ 160 કિલોમીટર ઉંડાણમાં હતું. આ ભૂકંપ બાદ પણ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી

(6:49 pm IST)