Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

સંઘમાં મોટા પાયે ફેરબદલ

દત્તાત્રેય હોસબોલે બન્યા સંઘના નવા સરકાર્યવાહઃ ભૈયાજી જોશીનું સ્થાન લેશે

સંઘના ઇતિહાસમાં અત્યાર સુધી કયારેય પણ વોટિંગ કરવું પડયું નથીઃ દર વખતે સરકાર્યવાહની પસંદગી નિર્વિરોધ સંપન્ન થાય છે

નવી દિલ્હી, તા.૨૦: રાષ્ટ્રીય સ્વયંમસેવક સંદ્યમાં મોટા બદલાવ પર મહોર લાગી ગઈ છે. દત્તાત્રેય હોસબોલે RSSના નવા સરકાર્યવાહ બની ગયા છે. તેઓ ભૈયાજી જોશીનું સ્થાન લેશે. જોશી છેલ્લા ૧૨ મહિનાથી આ પદ પર હતા. દત્તાત્રેયને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંદ્યની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એ સરકાર્યવાહ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંદ્યમાં દ્યણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.

ચૂંટણીને લઈને આરએસએસના ઇતિહાસમાં કયારેય પણ મતદાનની જરૂર નથી પડી. દર વખતે સરકાર્યવાહની ચૂંટણી નિર્વિરોધ થાય છે. આ વખતે પણ આવું જ થયું છે. ધ્વની નાદ સાથે દત્તાત્રેય હોસબલેના નામ પર સંઘની અખિત ભારતીય પ્રતિનિધિ સભાએ મહોર મારી દીધી હતી.

દત્તાત્રેય હોસબલે કર્ણાટકના શિમોગાના નિવાસી છે. વર્ષ ૧૯૭૩માં તેઓ આરએસએસના સંપર્કમાં આવ્યા હતા. બેંગલુરુ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી છે.

દત્તાત્રેય હોસબલે ABVP કર્ણાટકના પ્રદેશ સંગઠન મંત્રી રહી ચૂકયા છે. જે બાદમાં તેઓ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અને સહ સંગઠન મંત્રી પણ રહ્યા હતા. છેલ્લા બે દશકાથી તેઓ ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. ૨૦૦૨-૦૩માં તેમને સંઘના અખિલ ભારતીય સહ બોદ્ઘિક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૯ના વર્ષથી તેઓ સહ સરકાર્યવાહની ફરજ નિભાવી રહ્યા છે.

(3:40 pm IST)