Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

છેલ્લા ૧૦ મહિનામાં ૬ વાઘ ગુમ

રણથંભોરમાં લાપતા થયેલા વાઘ એક જ જગ્યા પરથી ગુમ થયા

નવી દિલ્હીઃ રણથંભોરમાં ભલે વન વિભાગનાં આંકડાઓ વાઘની સંખ્યામાં વધારો થવાનાં આંકડા સામે લાવે છે પરંતુ હકીકત કઈંક અલગ જ છે વાઘની સંખ્યામાં વધારો થતાંની સામે વાઘનાં ગુમ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. જાણકારી અનુસાર રણથંભોરમાં છેલ્લા ૧૦ મહિનામાં ૬ વાઘ ગુમ થયા છે . વન વિભાગનાં ટ્રેકિંગ રિપોર્ટ અનુસાર છેલ્લા ૧૦ મહિનામાં આઅ વાઘોની મુવમેન્ટ વિષે કોઈ જ જાણકારી મળી નથી. જો કે આ વિષે વન વિભાગએ પણ કોઈ પ્રશ્નો અને તપાસ હાથ ધરી નથી.

સૂત્રો મુજબ રણથંભોરમાં વાઘણ ટી -૭૩ , વાઘ ટી -૬૪ , ટી -૯૫ અને વાઘ ટી -૯૭ ગુમ થયા છે. આ વાઘ છેલ્લા દસ મહિનામાં વન વિભાગનાં ટ્રેપ કેમેરામાં કેદ થયા છે. એટલું જ નહિ વન વિભાગનાં અધિકારીઓને છેલ્લા કેટલાક સમયથી તેમના પગનાં નિશાન મળ્યા છે.

રણથંભોરમાં લાપતા થયેલા વાઘ  એક જ જગ્યા પર થી ગુમ થયા છે. જે જગ્યા પર થી ગુમ થયા છે તે જગ્યા ઘૂંઘરમલ પણ નોન પર્યટન સ્થાન છે જેમાં વાહનોનાં પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.

છેલ્લા ૧૫ વર્ષમાં ૩૦ થી વધારે વાઘ ગુમ થયા

રણથંભોરમાં ૨૦૦૬થી ૩૦ વાઘ વાઘણ લાપતા થયા છે . રણથંભોરમાં વન વિભાગનાં ટ્રેકિંગ મોનિટીરિનગ સિસ્ટમમાં ખામી હોવાની વાતનો અંદાજ લગાવી શકાય છે. કરોડોની સિસ્ટમ લગાવ્યા બાદ પણ જો આ રીતે વાઘ લાપતા થઈ રહ્યા છે.

(2:42 pm IST)