Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

આર્બિટ્રેશન એક્ટની કલમ 37 હેઠળ દાખલ કરેલી અપીલમાં થયેલો વિલંબ અપવાદ તરીકે ગણવો જોઈએ : સુપ્રીમ કોર્ટે 2019 ની સાલમાં સમય મર્યાદા અંગે આપેલા પોતાના જ ચુકાદાને પલટાવ્યો

ન્યુદિલ્હી : એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ગઈકાલ શુક્રવારે મેસર્સ એનવી ઇન્ટરનેશનલ વિ આસામ રાજ્યના મામલામાં તેના 2019 ના ચુકાદાને રદ ગણી પલટાવ્યો હતો.  જેમાંજણાવાયું હતું કે આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 ની વધારાની વિલંબની કલમ 37 હેઠળ અપીલ દાખલ કરવાથી 120 દિવસથી વધુ વિલંબ ચલાવી શકાતો  નથી.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે કલમ 37  હેઠળ અપીલ દાખલ કરવા માટે 90  , 60 , કે 30 દિવસથી વધુ વિલંબ માફ કરી શકાય છે. પરંતુ  વિલંબની આવી માફી અપવાદ હોવી જોઈએ અને કાયમી નહીં. જેનો હેતુ દાવાઓના ઝડપી સમાધાનનો હોવો જોઈએ.

એનવી ઇન્ટરનેશનલ  કેસમાં, ન્યાયાધીશ આર.એફ. નરીમાન અને ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટની બનેલી બે જજની બેંચે કલમ 34 હેઠળ અપીલ દાખલ કરવા માટે કલમ (37 (આર્બિટ્રેશન એવોર્ડ સામે અપીલ સંબંધિત સમય) નો સમાવેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એનવી ઇન્ટરનેશનલ કેસમાં કલમ 37 હેઠળના ઓર્ડર સામે અપીલ કરવા આર્બિટ્રેશન એવોર્ડ સામે અપીલ માટે 120 દિવસનો સમયગાળો લાગુ કરવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)