Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

વિમાનની સીડિઓ ચઢતી સમયે ૩ વાર લપસી ગયા જો બાયડન

વિડિયો વાયરલ : તબિયત અંગે સવાલ વ્હાઇટ હાઉસે હવાને કારણભૂત ગણાવી : ૨ વાર હાથની મદદથી થયા ઉભા ત્રીજી વાર ઘૂંટણના ભાગે પડી ગયા

વોશીંગ્ટન,તા. ૨૦: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જો બાયડન વિમાનની સીડીઓ પર ચઢતી સમયે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ વિમાનની સીડિઓ પર ૩ વાર પડી ગયા. તેઓએ પોતાને સંભાળી લીધા અને સારી વાત તો એ છે કે તેમને કોઈ ઈજા થઈ નથી.

આ ઘટના ત્યારે બની જયારે રાષ્ટ્રપતિ જો બાયડન શુક્રવારે એટલાન્ટાના પ્રવાસે જઈ રહ્યા હતા. અહીં તેઓ એશિયાઈ- અમેરિકી સમુદાયના નેતાની મુલાકાત કરવાના હતા. એટલાન્ટા જવા માટે તેઓ એયરફોર્સ વનની સીડિઓ પર ચઢી રહ્યા હતા ત્યારે તેમનું સંતુલન બગડ્યું અને તેઓ સીડિઓ પર ૩ વાર રડી ગયા હતા.

વિમાનની સીડિઓ પર જો બાયડન ૩ વાર પડી ગયા. પડ્યા બાદ તેઓ ૨ વાર હાથની મદદથી ઊભા થયા અને ત્રીજી વાર ઘૂંટણના ભાગે પડી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ સાઈડ રેલિંગ પકડીને ચઢી રહ્યા છે.

સીડિઓ પર ટોપ પર પહોંચીને બાયડન સેલ્યુટ કરીને વિમાનની અંદર બેસી ગયા. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈરિન જીન પિયરેએ મીડિયાને કહ્યું કે જો બાયડન સ્વસ્થ છે. સીડિઓ પર ખોટું પગલું પડવાના સિવાય પડવાનું કોઈ કારણ ન હતું. સીડિઓ પર ચઢતી સમયે હવા વધારે જોરથી ચાલી રહી હતી. કદાચ આ કારણે ૭૮ વર્ષના બાયડનના ખોટા પગલા પડ્યા અને તેમનું સંતુલન બગડતા તેઓ ૩ વાર પડી ગયા હતા. હાલમાં તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

(10:26 am IST)