Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

બંગાળી લોકો મોદીનો ચહેરો જોવા જ નથી માગતા : મમતા બેનરજી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં જારી : પરિવર્તન તો અમે દિલ્હીમાં લાવીશું અને ભાજપને વિદાય કરીશું, અમે તોફાનો કરનારા, લૂંટારુઓ ઈચ્છતા નથી

નવી દિલ્હી, તા. ૧૯ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે મમતા બેનરજીએ આજે એક ચૂંટણી સભાને સંબોધન કરીને ભાજપના નેતાઓની સરખામણી દુર્યોધન, દુશાસન અને મીરજાફર સાથે કરી હતી.

મમતા બેનરજીએ પહેલા તો મંચ પર ચંડીપાઠ કરવાની સાથે સાથે કલમાનુ પણ પઠન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં એનઆરસીનો કાયદો લાગુ નહી થવા દેવાય. પીએમ મોદી બંગાળી ભાષામાં બે લીટી લખીને લાવે છે અને પૂછે છે કે, બંગાળ કેમ છો...હું કહું છું કે, બંગાળ સારુ જ છે. તમે દિલ્હી સંભાળો. તમારી બંગાળમાં કોઈ જરુર નથી. પરિવર્તન તો અમે દિલ્હીમાં લાવીશું અને ભાજપને વિદાય કરીશું. અમને ભાજપની જરુર નથી. અહીંના લોકો પીએમ મોદીનો ચહેરો જોવા મંગતા નથી. અમે તોફાનો કરનારા, લૂંટારુઓ, દુર્યોધન, દુશાસન અને મીરજાફરને ઈચ્છતા નથી.

તેમણે કહ્યુ હતુ કે, ગુંડાઓ આવે તો તેમને ઘૂસવા દેતા નહીં અને ભગાડજો. આપણને આપણી પોલીસ પર ભરોસો છે. અત્યાચારી ભાજપને વોટ ના આપતા. યુપીમાં ભાજપની સરકાર છે અને ત્યાં કોર્ટમાં સાક્ષી આપવા જતી યુવતીને સળગાવી દેવાય છે અને તેના પિતાને મારી નાંખવામાં આવે છે. આવુ ગુંડારાજ આપણે જોઈતુ નથી.

(12:00 am IST)