Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનગ્રસ્ત દીકરાને છુપાવનાર રેલવેની મહિલા અધિકારી સસ્પેન્ડ

જર્મનીથી પુત્ર પરત આવ્યાનું છુપાવ્યું હતું : કોરોના પોઝિટિવ આવતા રેલવિભાગની કાર્યવાહી

સાઉથ વેસ્ટર્ન રેલવેએ મહિલા અધિકારીને સસ્પેન્ડ કર્યા છે તેણીએ પોતાના 25 વર્ષના દીકરાની ટ્રાવેલ હિસ્ટ્રીને છૂપાવવાની સાથે કોરોના વાયરસથી સંક્રમિત થવાની વાત પણ જણાવી નહોતી.તેણે બેંગ્લોર રેલવે સ્ટેશનના રેસ્ટ હાઉસમાં દીકરાને રાખ્યો હતો

 . મીડિયા રિપોર્ટ મુજબ થોડાં દિવસ પહેલા જ તેનો દીકરો જર્મનીથી આવ્યો હતો અને કોવિડ-19 માટે કરવામાં આવેલા ટેસ્ટનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને લઈને જ્યાં ભારત સહિત દુનિયાભરના દેશોમાં સાવધાની રાખવામાં આવી રહી છે, ત્યાં બેંગ્લોરનો આ મામલો ચોંકાવનારો છે

સાઉથ વેસ્ટર્ન રેલવે તરફથી આ પગલાં લેવામાં આવ્યા છે. બેંગ્લોરના રેલવે ગેસ્ટ હાઉસની આ ઘટના છે. મહિલા અધિકારીએ અધિકારીઓને આ વિશે કોઈપણ પ્રકારની જાણકારી આપી નહોતી કે તેનો દીકરો જર્મનીથી પાછો આવ્યો છે. સાથે જ રેલવે રેસ્ટ હાઉસમાં તેને રાખીને ઘણા લોકોના જીવનને જોખમમા નાંખી દીધુ છે. આ જાણકારી રેલવે પ્રવક્તા વિજયાએ આપી હતી.

વિજયાએ જણાવ્યું, આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર (ટ્રાફિક)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પેનથી થઈને જર્મનીથી પાછા ફરેલા 25 વર્ષીય યુવકને 13 માર્ચે બેંગ્લોરના કેપેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા બાદ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યો હતો. બાદમાં 18 માર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ ફરી ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યો હતો, બાદમાં 18 માર્ચે થયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો.

સાઉથ વેસ્ટર્ન રેલવે અધિકારીએ જણાવ્યું, તેમણે પોતાના દીકરાને સંતાડ્યો, સાથોસાથ આપણામાંથી કંઈ કેટલાય લોકોના જીવનને જોખમમાં નાંખી દીધું.

 

(12:22 am IST)