Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

એશિયન ગેમ્સમાં ફૂટબોલને ગોલ્ડ અપાવનારા પ્રદીપ બેનરજીનું નિધન :ગાંગુલીએ કહ્યું મેં એક ખુબ નજીકના વ્યક્તિ ગુમાવ્યા

તમામ દિગ્ગજ ખેલાડીએ પીકે બેનર્જીનાં નિધનને અપુર્ણીય ક્ષતિ ગણાવી

 

નવી દિલ્હી : એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલને ગોલ્ડ અપાવનારા પ્રદિપ કુમાર બેનર્જીનું નિધન થયું છે પીકે બેનર્જી માત્ર ફુટબોલરો સાથે નહી, બીજી રમતનાં ખેલાડીઓને પણ પ્રેરિત કરતા હતા. સૌરવ ગાંગુલીએ સ્વિકાર્યું કે બેનર્જીનું તેમનાં કેરિયર પર ખુબ જ મોટો પ્રભાવ હતો. સચિન તેંડુલકર, બાઇચુંગ ભુટિયા, શ્યામલ થાયાથી માંડીને તમામ દિગ્ગજ ખેલાડીએ પીકે બેનર્જીનાં નિધનને અપુર્ણીય ક્ષતિ ગણાવી છે.

 

  બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પીકે બેનર્જી નાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, આજે મે એક ખુબ જ નજીકનાં વ્યક્તિને ગુમાવી દીધા છે. એવા વ્યક્તિને જેને હું ખુબ જ પ્રેમ કરતો હતો અને સન્માન આપતો હતો. હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી તેમનું મારા કેરિયર પર ખુબ જ પ્રભાવિત રહ્યું છે. તેમની સકારાત્મકતા ખુબ જ મોટી વાત હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આ સપ્તાને નજીકનાં લોકોને ગુમાવી દીધા. પીકે બેનર્જીનું શુક્રવારે છાતીમાં સંક્રમણ થવાને કારણે 83 વર્ષની ઉંમરે જ નિધન થઇ ગયું હતું.

(10:46 pm IST)