Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના ઈફેક્ટ : યુપી સરકારનો મોટો નિર્ણંય : નોઈડા,કાનપુર અને લખનૌને કરશે સેનિટાઇઝ: ખાણી પીણીની દુકાનો બંધ રાખવા આદેશ

મુંબઇ :  યુપીમાં કનિકા કપુરનો કિસ્સો સામે આવ્યા બાદ યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. યુપીનાં ત્રણ મોટા શહેરો નોએડા, કાનપુર અને લખનઉને સસેનિટાઇઝ કરવામાં આવશે. આ સાથે જ યુપીનાં તમામ મોલ્સને બંધ કરવામાં આવશે. લખનઉમાં સરોજની નગર ઉપ જિલ્લાધિકારી પ્રફુલ્લ કુમાર ત્રિપાઠીએ કોરોના વાયરસના કારણે બહારની ખાણી પીણીની દુકાનો બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. તમામ નાની મોટી દુકાનોમાંથી કોરોના વાયરસ સામેની લડાઇમાં સહયોગ આપવા માટે અપીલ કરી છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, રવિવારે દિલ્હીમેટ્રો સેવા બંધ રહેશે. આ નિર્ણય કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિવારે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યું પાલન કરવા માટેક હ્યું છે. એટલે કે આ દરમિયાન લોકોએ પોતાનાં ઘરોમાં જ રહે. તેમણે કહ્યું કે, તે જનતા દ્વારા જનતા માટે લગાવવામાં આવેલો કર્ફ્યું છે. જે આ ઘાતક વાયરસને પહોંચી વળવા માટે મદદગાર સાબિત થશે.

(10:37 pm IST)