Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જનતા કફર્યુના દિવસે પણ શાહીનબાગની મહિલાઓ કરશે પ્રદર્શન

           નવી દિલ્‍હીઃ શાહીનબાગમાં મહિલા પ્રદર્શનકારી રવિવારના જનતા કફર્યુના દિસે પણ પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ રવિવારના જનતા કફર્યુની ઘોષણા કરી છે. અને લોકોને પોતાના ઘરની અંદર જ રહેવાની અપીલ કરી છે.  અને લોકોને પોતાના ઘરની અંદર જ રહેવાની અપીલ કરી છે. સંશોેધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં મહિલાઓને ડિસેમ્‍બરના મધ્‍યથી જ દક્ષિણ પૂર્વી દિલ્‍હીથી નોયડાને જોડતી સડકની એક સાઇડ અવરોધ કરી રાખી છે. સોમવારે દિલ્‍હી સરકારે કહ્યું હતુ કે કોરોના વાયરસ મહામારીને નજરમા રાખી પ૦ થી વધારે લોકોવાળા સમારોહને અનુમતિ નથી જેની સંખ્‍યા ઘટાડી ર૦ કરી નાખી છે.

            કોરોના વાયરસની લડાઇમાં સરકારને સહયોગ કરવો બધાની જવાબદારી છે. મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું હતુ કે આ શાહીનબાગ પર પણ લાગુ થાય છે. પ્રદર્શનકારીઓએ પીટીઆઇને બતાવ્‍યુ કે કોઇપણ સમયે પ૦ થી વધારે મહિલાઓ વિરોધ પ્રદર્શન નથી કરતી. એક પ્રદર્શનકારીએ કહ્યુ કે રવિવારના અમે નાના તંબુની નીચે બેસીશુ ફકત બે મહિલાઓ પ્રત્‍યેક તંબુ નીચે બેસશે અને પોતાની વચ્‍ચે એક મીટરથી વધારે જગ્‍યા રાખશે. મહિલાઓ દરેક સાવધાની વર્તી રહી છે.

આખી દુનિયા કોરોનાથી લડી રહી છે શાહીનબાગના લોકો સરકાર સાથે લડી રહ્યા છે.

(10:08 pm IST)