Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરાનાના કારણે મમતા સરકારની મોટી જાહેરાત : આગામી 6 મહિના મફત મળશે ઘઉં અને ચોખા

અત્યાર સુધી 7.5 કરોડથી વધારે લાભાર્થીઓને 2 રુપિયા પ્રતિ કિલો ઘઉં અને ચોખા અપાયા

કોલકાતા : દેશભરમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી 210 કેસ સામે આવી ચૂક્યા છે. આવા સમયેપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવો આદેશ જાહેર કર્યો છે. મમતાએ કહ્યું છે કે સરકારી ઓફિસમાં ફક્ત 50 ટકા કર્મચારી જ કામ કરશે. સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ આ નીતિ અપવાવવી પડશે. આ સિવાય મમતાએ આગામી 6 મહિના સુધી રાજ્યમાં ચોખા અને ઘઉં મફત આપવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 7.5 કરોડથી વધારે લાભાર્થીઓને 2 રુપિયા પ્રતિ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવી રહ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે મમતા સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી બધા લાભાર્થીઓને ઘઉં અને ભાત મફતમાં વહેંચવામાં આવશે.

 મમતાએ કહ્યું કે આ વાયરસથી બચવા માટે બધા જ પગલા ભર્યા છે. વિદેશથી આવનાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. પરીક્ષણ કિટો ઓછા છે અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે વધારે તપાસ કિટ મોકલવામાં આવે.

 મમતા બેનરજીએ રાજ્યના કર્મચારીઓ માટે નવો આદેશ જાહેર કર્યો છે કે સાર્વજનિક પરિવહનમાં ભીડથી બચવા માટે એક કલાક પહેલા પોતાના કાર્યાલયથી નિકળશે. બંગાળમાં કોરોના વાયરસનો અત્યાર સુધી જ એક જ મામલો સામે આવ્યો છે.

(8:48 pm IST)