Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ચીનમાં અમેરીકી પત્રકારો ઉપર પ્રતિબિંધથી ટ્રમ્પ ખફા

વોશીંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવેલ કે અમેરિકી પત્રકારોને પ્રતિબંધીત કરવાના ચીનના નિર્ણયથી ખુશ નથી. ચીન સરકારે વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશીંગ્ટન પોસ્ટના અમેરિકી પત્રકારો ઉપર ચીને પ્રતિબંધ મુકયો છે. ટ્રમ્પે વધુમાં જણાવેલ કે મને આ જોઈ ખુશી થઈ નથી. ત્રણેય અખબારો ટ્રમ્પ સરકારના ખુલ્લા આલોચકો મનાય છે.

(4:20 pm IST)