Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાત સહિત દેશના 20 રાજ્યોમાં કોરોનાનો ખતરો : સંક્રમિત લોકોની સંખ્યા 195એ પહોંચી

સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં,બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ

નવી દિલ્હી : ગુજરાત સહિત ભારતના 20 રાજ્યોમાં કોરોના વાઇરસનો ખતરો જોવા મળ્યો છે. ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા 195એ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના બે લોકોના કેસ પૉઝિટિવ આવતા હવે ભારતના 20 રાજ્યોમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસનો જેમને ચેપ લાગ્યો છે તેમાંથી 163 ભારતના નાગરિક છે જ્યારે 32 વિદેશી નાગરિક છે.

કોરોનાનો ભોગ બનનાર લોકોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ છે.

(12:38 pm IST)