Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ડરો નહિ પણ મુકાબલો કરો

સાવચેતી રાખશો તો કોરોના કશુ બગાડી નહિ શકેઃ ભારતની વસ્તી જોતા મૃત્યુઆંક ઘણો ઓછોઃ સરકાર તંત્ર ધડાધડ પગલા લઇ રહ્યુ છે

નવી દિલ્હી, તા.૨૦: ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા ૧૯૫ પર પહોંચી છે અને તેમાંથી ૪ લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાઓ પર કોરોના વાયરસ સામે હિંમતથી સામનો કરવાની વાત થઈ રહી છે આમ છતાં લોકોમાં વાયરસના કારણે ડર છે. આ ડરનું કારણ ચીન અને ઈટાલીના આંકડા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જોકે, આ બધામાં ભારતની સ્થિતિ એકદમ અલગ છે.

ઘણાં કિસ્સામાં ડર એટલો દ્યર કરી ગયો છે કે સામાન્ય શરદી, ખાંસી અને તાવમાં પણ લોકો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનું વિચારી રહ્યા છે. ભારતના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે કોરોનાથી ડરવાની નહીં પણ તેની સામે લડવાની જરુર છે એટલે કે સાવચેતીના પગલા ભરવાથી કોરોના વાયરસ તમારું કશું બગાડી નહીં શકે.

ભારતમાં અત્યાર સુધીમાં ફેલાયેલા કોરોના વાયરસમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. આ સાથે ગુજરાતમાં પણ બે કેસ પોઝેટિવ આવ્યા છે.

આમ તો આ વાત અગાઉથી કરવામાં આવી રહી છે તેમ છતાં ચીન અને ઈટાલીના આંકડા તથા અમેરિકા જેવા દેશની તૈયારીઓ છતાં કોરોના વાયરસનો પગ પેસારો જેવા કારણો લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે. પરંતું ચીનના આંકડા પ્રમાણે ત્યાં મૃત્યુંઆંકની ટકાવારી ૩-૪ અને ઈટાલીમાં ૭-૮ છે. જોકે, ભારતમાં આ ટકાવારી માત્ર ૧્રુ જ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસ ૨ લાખને પાર થઈ ગયા છે જયારે મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર થઈ ગયો છે.

(10:58 am IST)