Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઈટાલીમાં રઝળતા મૃતદેહોઃ તાબૂદને દફનાવવા વાળુ કોઈ નથી

રોમ, તા.૨૦: ઈટલીમાં ઘણા એવા ચર્ચો છે જેની બહાર કેટલાય મૃતદેહોના તાબૂત પડી રહ્યા છે. પરંતુ તે તાબૂદને દફનવવા વાળું કોઈ નથી. જેથી હવે તે કામ સેના કરી રહી છે. કોરોના વાયરસને કારણે ઈટલીમાં અત્યાર સુધીમાં ૩ હજાર ૪૦૫ લોકો મોત પામી ચુકયા છે અને જે રીતે અહીયા મૃતકોની સંખ્યા વધી રહી છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે ચીન કરતા ઈટલીમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. ઈટલીના લોમ્બાર્ડી બેરગામો વિસ્તારમાં પરિસ્થિતી એટલી વીકટ બની છે. કે અહીયા ચર્ચની બહાર ૬૫ તાબૂતોને કબ્રસ્તાન લઈ જવા વાળું કોઈ ન હતું. જેથી સેનાને બોલાવીને તે તાબૂત કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા.

 નોબલ મહામારીમાં કોરોનાથી ૧૦ હજારથી વધારે લોકોનાં મોત થયા હતા. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ગુરુવાર સુધી કોરોના વાયરસથી ૧૦ હજાર લોકોનુ મોત થયુ હતુ. જેમાંથી યુરોપમા આ મૃતકોની સંખ્યા ૪ હજાર ૧૩૪ સુધી પહોંચી છે. જયારે એશિયામાં મૃતકોની સંખ્યાની ૩ હજાર ૪૧૬ પર પહોંચી છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૨ લોકોનું મોત થયું હતુ. જયારે કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૨ લાખ ૫૦ હજારથી વધુની થઇ હતી. વિદેશ મંત્રાલયના ઉપસચિવે કહ્યુ હતુ કે ૩૮૦ ભારતીયોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪ લોકોને કેસ પોઝિટીવ આવ્યા હતા.

(10:27 am IST)