Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બાબુલાલ મારંડી હવે પરત ફર્યા તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને માસ્ટર ગણાવ્યા

કોંગ્રેસી નેતા શત્રુઘ્ન સિંહા દ્વારા પ્રસંશા કરાઈ

નવી દિલ્હી, તા.૨૦ : પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મારંડીના ઝારખંડ વિકાસ મોરચાના ભારતીય જનતા પાર્ટીમાં મર્જર કરવામાં આવ્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કેટલાક વિરોધીઓની પણ પ્રશંસા મેળવી લીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના આ દાવની હવે કોંગ્રેસી નેતા શત્રુઘ્ન સિંહાએ પણ પ્રશંસા કરી હતી. શત્રુઘ્ન સિંહાએ મારંડી માટે ઘરવાપસી અને ૧૪ વર્ષના વનવાસ ખતમ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. જેથી તેમની ઘરવાપસીની ઈચ્છાના મત પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરીને કહ્યું છે કે અમિત શાહે માસ્ટર સ્ટોક લગાવી દીધો છે.

       મારંડી જોરદાર ઈમાનદારી, વિશ્વસનિયતા માટે જાણિતા રહ્યા છે. બાબુલાલ મારંડીને પરત બોલાવીને ભાજપે યોગ્ય કામ કર્યું છે. બળવો કર્યા બાદ શત્રુઘ્ન સિંહાએ નવા ઘર એટલે કે કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી કરી હતી પરંતુ ભાજપ પ્રત્યે તેનું વલણ હંમેશા નરમીવાળું રહ્યું છે. લોકો હંમેશા માનતા રહ્યા છે કે મારંડી બાદ શત્રુઘ્ન સિંહા પણ ભાજપમાં ફરી એન્ટ્રી કરી જશે. બિહાર વિધાનસભાની ચુંટણી પણ આ વર્ષે જ યોજાનાર છે. ૧૯૯૬ની લોકસભા ચુંટણીમાં ભાજપે બાબુલાલ મારંડીને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ શિબુ સોરેનની સામે ટિકિટ આપી હતી પરંતુ તેઓ ૫૦૦૦ના મતના અંતરથી હાર્યા હતા.

(7:58 pm IST)