Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ક્યારે અને ક્યા સર્જિકલ સ્ટ્રાઈક થઈ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ

દેશના લોકોને ભારતીય જનતા પાર્ટી માહિતી આપે : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથેે ફરી વખત સર્જિકલ સ્ટ્રાઈકને લઈ પ્રશ્નો કર્યા

નવી દિલ્હી, તા. ૨૦ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ફરી એકવાર ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે ક્યારે અને ક્યાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ તે ભારતીય જનતા પાર્ટી દેશના લોકોને બતાવે તે જરૂરી છે. આજે છિંદવાડામાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપર તેઓએ આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઈંદિરા ગાંધીના શાસનમાં ૯૦ હજાર પાકિસ્તાની જવાનોએ શરણાગતિ સ્વીકારી હતી તે બાબતને ભારતીય જનતા પાર્ટી યાદ રાખે તે જરૂરી છે. કમલનાથે કહ્યું છે કે ભાજપ બાબતને ધ્યાનમાં રાખવા ઈચ્છુક નથી કે ઈંદિરા ગાંધીના શાસનમાં ૯૦ હજાર પાકિસ્તાની જવાનોએ શરણાગતિ સ્વીકારી હતી. સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે અને કઈ રીતે થઈ હતી તે અંગે ભારતીય જનતા પાર્ટીએ માહિતી આપવી જોઈએ.

         દેશને સંદર્ભમાં વાત કરવાની જરૂર છે. મુખ્યમંત્રી કમલનાથે પહેલા પણ બેરોજગારી, અર્થ વ્યવસ્થાને લઈને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. પહેલા સાગર જિલ્લામાં કમલનાથે કહ્યું હતું કે મોદી તમામનું ધ્યાન અન્યત્ર ખેંચવા માટે ક્યારે ત્રાસવાદની વાત કરે છે. ક્યારેક પાકિસ્તાનની વાત કરે છે પરંતુ જવાનો અને ખેડુતોની વાત કરતા નથી. વાત કરવા અને દેશ ચલાવવાની બાબતમાં ફરક હોય છે. કમલનાથે વાત કરીને કોંગ્રેસની મુશ્કેલી ફરી એક વધે તેવા સંકેત મળી રહ્યા છે. ઇંદિરા ગાંધીના શાસનકાળમાં પાકિસ્તાન ઉપર જોરદાર જીત મેળવવામાં આવી હતી. કમલનાથ કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા વિવાદના ઘેરામાં રહ્યા છે. તેમની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિતેલા વર્ષોમાં પણ કોંગ્રેસને ભારે નુકસાન થઈ ચુક્યું છે. આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પાર્ટી જો પ્રકારના નિવેદન કરનાર નેતાઓ પર કાર્યવાહી કરશે નહીં તો તેને નુકસાન થશે. હાલ દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું સતત બીજી વખત ખાતુ ખુલ્યું હતું અને તેની કારમી હાર થઈ હતી.

(7:56 pm IST)