Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નોર્થ-ઈસ્ટથી કલમ ૩૭૧ને કોઈ હટાવી શકે નહીં : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

અરૂણાચલ અને મિઝોરમ સ્થાપના દિનની ઉજવણી : પૂર્વોત્તરના રાજ્યોની તેની સંસ્કૃતિને બચાવવા પ્રત્યે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે : બળવાખોરી પ્રવૃત્તિનો અંત લવાશે

ઈટાનગર, તા.૨૦  : અરૂણાચલપ્રદેશના સ્થાપના દિવસના પ્રસંગે પહોંચેલા કેન્દ્રિય મંત્રી અમિત શાહે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે નોર્થ ઈસ્ટથી કલમ ૧૭૧ને કોઈ હટાવી શકે તેમ નથી. અરુણચલ અને મિઝોરમના સ્થાપના દિવસ પર પહોંચેલા અમિત શાહે કહ્યું હતું કે કોઈપણ રાજ્યોથી કલમ ૩૭૧ને દુર કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે ૨૦૨૪ સુધી ઉગ્રવાદથી સંપૂર્ણ મુક્તિ મળી જશે. પૂર્વોત્તરની સંસ્કૃતિને બચાવવાના પ્રત્યે સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવી રહી હતી ત્યારે નોર્થ ઈસ્ટમાં પણ એવી અફવાઓ ફેલાઈ ગઈ હતી કે કલમ ૩૭૧ પણ હટાવી દેવામાં આવશે. અરૂણાચલ અને મિઝોરમના સ્થાપના દિવસના પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે કલમને દુર કરવાની કોઈની પણ કોઈ યોજના નથી.

       કલમ ૩૭૧થી નોર્થ ઈસ્ટના કેટલાક રાજ્યોને ખાસ અધિકારો મળેલા છે. આના મારફતે અહીંની સંસ્કૃતિ અને પારંપરીક કાનૂનોની સુરક્ષા થાય છે. શાહે કહ્યું હતું કે ૨૦૧૪થી પહેલા નોર્થ ઈસ્ટ માત્ર ભૌગોલિક અને વહીવટી રીતે ભારત સાથે જોડાયેલું હતું પરંતુ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદથી નોર્થ ઈસ્ટ અમારા દિલ અને આત્મા સાથે જોડાયા છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર બળવાખોર અને સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓના સમાધાન કરવા માટે કટિબદ્ધ છે. ૨૦૨૪માં જ્યારે અમે આપની પાસે મત માંગવા આવીશું ત્યારે નોર્થ ઈસ્ટ આતંકવાદ અને રાજ્યની સરહદ જેવી સમસ્યાઓનો ઉકેલ આવેલો રહેશે. કલમ ૩૭૧ની હદ નોર્થ ઈસ્ટથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી છે. આના હેઠળ મોટાભાગના અધિકાર નાગાલેન્ડને મળેલા છે.

        જ્યાં બહારથી કોઈ જઈને જમીનની ખરીદી કરી શકે તેમ નથી. સંસદમાંથી પાસ કરાયેલા કેટલાક કાનૂન હજુ પણ લાગુ થતા નથી. તેમના કેટલાક કાનૂની પોતાની નાગા સંસ્કૃતિ અને કાયદા સાથે સંચાલિત છે. આમાં આગળનો રસ્તો શું છે તેના ઉપર ઘણા વર્ષથી કેન્દ્ર અને રાજ્યમાં નિષ્ણાત લોકો વચ્ચે ચર્ચા થતી રહી છે. આવી રીતે સિક્કિમમાં જમીન ઉપર નહીં બલ્કે પૂર્ણ રીતે સ્થાનિક લોકોને સંરક્ષણ આપવામાં આવ્યું છે. બલ્કે તેની સાથે જોડાયેલા મુદ્દા સિક્કિમથી બહાર કોર્ટની અદાલતમાં પણ જઈ શકે તેમ નથી. આવી રીતે કલમ હેઠળ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જિલ્લાઓને પણ ખાસ અધિકારો મળેલા છે જે હેઠળ તેમના અલગ બોર્ડ રચાયા છે. સરકારી નોકરીમાં પણ મહત્વ આપવામાં આવે છે. અમિત શાહ અરૂણચલ અને મિઝોરમના સ્થાપના દિન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

(7:54 pm IST)