Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રેડ ડીલ

ભારત અમેરિકાના દબાણ હેઠળ નહિ ઝુકે

ભારત ડીલને લઇને ઉતાવળ કરવા માંગતું નથીઃ હિતોને પ્રાધાન્ય

નવી દિલ્હી તા. ર૦: અમેરીકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારત દબાણ સામે ઝુકવા માટે તૈયાર નથી. ભારતે સમજૂતી બાબતે કોઇ ઉતાવળ નહિં દેખાડવા અને પોતાના હિતોનું ધ્યાન રાખવા પર ભાર મુકયો છે.

ભારતનું માનવું છે કે સમજૂતી એવી હોવી જોઇએ જેમાં બંન્ને પક્ષો માટે વીન વીનની સ્થિતિ હોય. ભારત ઇચ્છે છે કે અમેરીકા જીએસપીને ફરીથી ચાલુ કરે. અમેરિકાએ તે એક તરફ રીતે રદ કરી નાખ્યું હતું. તેનાથી વેપારને પ્રોત્સાહન મળે છે. સરકારી સુત્રોએ કહ્યું કે એમ કહેવું યોગ્ય નહીં ગણાય કે સમજૂતી બંન્ને દેશો વચ્ચે નહીં થાય પણ એટલું જરૂર છે કે કોઇ પ્રકારની ઉતાવળ કરવાના બદલે એ જોવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે કેવી રીતે આ સમજૂતીને બન્ને દેશો માટે ફાયદાકારક બનાવી શકાય.

બંન્ને દેશ ટ્રમ્પની યાત્રા દરમ્યાન સંયુકત નિવેદન અને વિઝન ડોકયુમેન્ટમાં વેપાર બાબતે આગળની દિશા નકકી કરી શકે છે. સુત્રોએ કહ્યું કે આ બાબતે વાતચીત સતત ચાલુ છે. સંરક્ષણ, વેપાર અને ઉર્જા બાબતે બંન્ને દેશ આગળનો રોડમેપ નકકી કરવા તૈયાર છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે ભારત અમેરિકા સાથે મોટી ભાગીદારીની દિશામાં આગળ વધી રહ્યું છે. તેને વધુ મજબૂત બનાવવા માટે બંન્ને દેશો સંમત થશે. ઘણા પ્રકારના ડ્રાફટ પર કામ ચાલી રહ્યું છે.ટ્રેડ ડીલ બાબતે ટ્રમ્પના બયાન બાબતે સુત્રોએ કહ્યું કે તેમનું હંમેશા એવું માનવું છે કે ભારતમાં ડયુટી બહુ વધારે છે પણ આપણું કહેવું છે કે વિકાસશીલ દેશો સાથે સરખેામણી કરીએ તો ભારતમાં ટેક્ષ એટલા વધારે નથી. ખાસ કરીને કોરીયા અને જાપાન જેવા દેશોમાં ટેરીફ તુલનાત્મક રીતે ઘણા વધારે છે. ભારત ઇચ્છે કે ટ્રેડ ડીલમાં સંતુલન દેખાવું જોઇએ અને તે કોઇ એક બાજુ નમેલું ન હોવું જોઇએ.

(3:44 pm IST)